highcourt overbridge

Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor: ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor: સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે ના 44 કી.મી લાંબા માર્ગ પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

રાજ્યના નાગરિકોને વાહન યાતાયાત સરળતા ની દીપાવલી ભેટ

  • ૧૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત 2.36 કી. મીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં વધુ સુવિધાયુક્ત બનશે
  • અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે
  • ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે
  • અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
  • ગાંધીનગર, ૦૧ નવેમ્બર: Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કર્યું હતું આ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયરકિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો,પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદઓ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારી ઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor by Amit shah

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor

Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor: થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા. ૨૭/૦૬/૨૦૨૧થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાય ઓવર કાર્યરત થશે.

આ પણ વાંચો…Gau Vats ekadashi & vasubaras: આજે રમા એકાદશી અને વાઘ બારસ, આ દિવસે વિષ્ણુ-લક્ષ્મી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

Dedication of Gota to Sola Science City Flyover Elevated Corridor

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓ માંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ-ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.

Whatsapp Join Banner Guj