hindu samiti ambaji

Demand for implementation of Ashant dhara in Ambaji: અંબાજી માં અંશાંત ધારો લાગુ કરવા ઉગ્ર માંગ

Demand for implementation of Ashant dhara in Ambaji: અંબાજી માં અંશાંત ધારો લાગુ કરવા ઉગ્ર માંગ, હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા બજારો બંધ રા઼ખી વિશાળ રેલી નુ આયોજન, પત્રકારો ને અપાઈ માહીતી


અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 12 જુલાઈ:
Demand for implementation of Ashant dhara in Ambaji: અંબાજી ધામ કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા નુ સ્થળને હિન્દુઓના પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમા હિંદુ બહુમતી ધરાવતા લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ઉદેપુર મા કનૈયાલાલ સાથે બનેલી ઘટનાને લઈને અંબાજી હિંદુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રજાપતી ધર્મશાળા ના હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

આ પત્રકાર પરિષદમાં હિંદુ હિત રક્ષા સમિતિના આગેવાની હેઠળ આવેલા તમામ પત્રકારોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ સમિતિ દ્વારા 15 જુલાઈના દિવસે અંબાજી ધામ ખાતે ભવ્ય રેલી કાઢી અંબાજી ધામને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે અને હિન્દુઓનું હિત જળવાય તે માહિતી આપવામા આવી હતી.

આ પણ વાંચો..Edible oil prices: ખાદ્યતેલનો ભાવ આ વર્ષે નવી ઉંચાઈ સ્પર્શે, જાણો તેના પાછળનું કારણ

અંબાજી આસપાસ ના વિસ્તારોમાં વધતી અમુક લોકોની વસ્તી સામે હિંદુ હિત રક્ષા સમિતિ અત્યારથીજ કામગીરી હાથ ધરી છે અને અંબાજી ના વિવિધ ગ્નાતીના તમામ હિંદુ સમાજોને સાથે રાખીને અંબાજી ધામને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ કરાઇ છે. અશાંત ધારો અમલી બનાવવા અંબાજીના મોટાભાગના લોકો સંમત થયા છે.15 જુલાઈના રોજ અંબાજી ના તમામ વેપારીઓ પોતાનાં રોજગાર ધંધા બંદ રાખી અશાંત ધારા ને અમલી બનાવવા રેલીને સમર્થન આપશે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *