Dhandhuka murder case pakistan connection: ધંધૂકા હત્યા કેસમાં થયો નવો ખુલાસો, પાકિસ્તાની સંગઠન હત્યા માટે જવાબદાર

Dhandhuka murder case pakistan connection: ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા, આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ Dhandhuka murder case pakistan connection: ધંધૂકામાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. 

ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે. 

આ પણ વાંચોઃ Radhanpur girl attack: ધંધૂકામાં યુવકની હત્યા બાદ રાધનપુરમાં વિધર્મી યુવાને હિન્દુ યુવતી પર હુમલાની ઘટના- વાંચો સમગ્ર મામલા વિશે

ધંધૂકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.  

ધંધુકા હત્યાકાંડના પડઘા રાજ્યના અન્ય શહેરોમાં પણ પડ્યા છે. વડોદરામાં ભરવાડ સમાજ, શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. ભાજપના કાઉન્સિલર વિનોદ ભરવાડની આગેવાનીમાં બેનર સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવામાં આવશે. મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો બાઈક રેલી કરી કલેક્ટર ઓફિસ પહોંચશે અને મૃતકને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપશે.

ધંધુકા, રાધનપુર, ડિગુચા બાદ જામનગર પર પણ હત્યા નિંદા થઇ. કિશન ભરવાડ હત્યા ને લઇ જામનગર જિલ્લાના ધ્રોલમાં હિન્દુ સેના તેમજ ભરવાડ સમાજ દ્વારા ઝડપી કાર્યવાહી કરવા અને હત્યારાઓને કડકમાં કડક સજા મળે તે માટે અપાયુ આવેદનપત્ર ધ્રોલ સ્વયંભુ સંપૂર્ણ બંધ રખ્યા છે.

Gujarati banner 01