Dhandhuka Murder Case Update: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન, ધંધુકાના યુવકની હત્યાને ગણાવ્યુ એક ષડયંત્ર- વાંચો વિગત

Dhandhuka Murder Case Update: હત્યા કેસમાં મૌલાનાની સંડોવણી હોવાની આશંકા

અમદાવાદ, 28 જાન્યુઆરીઃDhandhuka Murder Case Update: આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ભોગ બનેલા મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથે જ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે અડધી રાતે અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ.

harsh sanghavi dhandhuka 2

હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ કિશન ભરવાડના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી દેખાઈ હતી. સંઘવીએ આ લોકો સાથે પણ મુલાકાત કરીને સાંત્વના આપી હતી.   

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં કિશન ભરવાડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરનારા બન્ને આરોપીઓના ચહેરા સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સઘન તપાસ કરી રહી છે. મૌલાનાની મદદથી બાઇક પર આવીને ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં અમદાવાદ અને મુંબઇના બે મૌલવીઓની પણ સંડોવણી બહાર આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસે બાઇક પર સામે આવેલી તસવીરના બંન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Reservation in Promotion: SC-STને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- વાંચો સંપૂર્ણ વિગત

સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે આ હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ પોલીસે ઉઠાવ્યો છે. જેમાં બે મૌલાનાની આ કેસમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. જે હથિયારથી કિશન ભરવાડની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. ગઈકાલે પોલીસે 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. જેમણે યુવક પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હતો.

ધંધુકા ફાઈરિંગ એન્ડ મર્ડર કેસમાં ધર્મના નામ પર અમદાવાદથી મુંબઈ સુધીના 2 મૌલવીનું પાપ સામે આવ્યું છે. મુંબઈ અને અમદાવાદના મૌલાનાની સંડોવણીની આશંકા સેવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો છે. મુંબઈના મૌલાનાએ અમદાવાદના મૌલાનાને આ કામ આપ્યું હતું. જેમાં અમદાવાદના જમાલુપરમાં રહેતા મૌલાનાની સંડોવણી હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે અમદાવાદના મૌલવીએ હત્યારાઓને હથિયાર પણ આપ્યા હતા. મુંબઈથી અમદાવાદ દોરી સંચાર થતો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. 

Gujarati banner 01