FIR Against Shweta Tiwari

FIR Against Shweta Tiwari: વિવાદિત નિવેદન અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધાઇ, પોતાની કમેન્ટ પર શ્વેતા તિવારીએ માંગી માફી અને કહી આ વાત- વાંચો વિગત

FIR Against Shweta Tiwari: શ્વેતા તિવારીએ કહ્યું, ‘મારા ધ્યાનમાં એ વાત આવી છે કે મારા કો-સ્ટાર્સે ભૂતકાળમા કરેલા રોલ અંગેના મારા નિવેદનને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યું છે અને તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.

બોલિવુડ ડેસ્ક, 28 ડિસેમ્બરઃ FIR Against Shweta Tiwari: ‘બિગ બોસ’ વિનર તથા એક્ટ્રેસ શ્વેતા તિવારી પર ભોપાલમાં શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. તેની પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનોઆરોપ છે. ભોપાલમાં વેબ સિરીઝના પ્રમોશનમાં આવેલી શ્વેતાએ મીડિયાની સામે કહ્યું હતું કે તેની બ્રાની સાઇઝ ‘ભગવાન’ માપી રહ્યા છે. ભોપાલના પીર ગેટના રહેવાસી સોનુ પ્રજાપતિ (29)એ પોલીસ ફરિયાદ કરી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના નિવેદન પર વિરોધ પ્રગટ કરીને ભોપાલ પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો હતો. પોલીસ હવે એક્ટ્રેસને આ નિવેદન બદલ નોટિસ ઇસ્યુ કરશે. શ્વેતા ફેશન આધારિત વેબ સિરીઝના પ્રમોશન અર્થે 26 જાન્યુઆરીના રોજ ભોપાલ આવી હતી. બ્રા કમેન્ટ પર વિવાદ વધતા એક્ટ્રેસે અંતે મીડિયા સ્ટેટમેન્ટ રિલીઝ કરીને માફી માગી છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના ‘બ્રા એન્ડ ગોડ’ના નિવેદન બાદ દેશભરમાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનના વિરોધ બાદ મામલો વધી ગયો અને મધ્યપ્રદેશના ગૃહમંત્રી સુધી પહોંચ્યો. તેણે વાંધો ઉઠાવ્યો હતો અને તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ રાજધાનીના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

શ્વેતા તિવારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘મારા ધ્યાનમાં એ વાત આવી છે કે મારા કો-સ્ટાર્સે ભૂતકાળમા કરેલા રોલ અંગેના મારા નિવેદનને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યું છે અને તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. જ્યારે તમે સંદર્ભ સાથે તે નિવેદન જોશો તો ખ્યાલ આવશે કે ‘ભગવાન’ના અર્થમાં સૌરભ રાજ જૈનના રોલ અંગે હતું. લોકો પાત્રના નામ સાથે કલાકારને ઓળખતા હોય છે અને તેથી જ મેં વાતચીત દરમિયાન આ નામનો ઉપયોગ કર્યો હતો. જોકે, દુઃખની વાત એ છે કે તેને ખોટી રીતે લેવામાં આવ્યું. હું ‘ભગવાન’માં અપાર આસ્થા ધરાવું છે અને તેથી જ હું અજાણતા કે જાણી જોઈને એવું કોઈ કામ ના કરુ કે જેનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચે. જોકે, મને ખ્યાલ આવ્યો કે સંદર્ભ વગર જ્યારે આ વાક્ય બોલવામાં આવે છે જ્યારે તેનાથી અજાણતાં જ લોકોની લાગણીને ઠેસ પહોંચે છે. મારા શબ્દો કે મારા કામથી જાણી જોઈને કોઈને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. મારા નિવેદનથી અનેક લોકોને ઠેસ પહોંચી છે અને હું નમ્રતાપૂર્વક માફી માગી છું.’

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case Update: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન, ધંધુકાના યુવકની હત્યાને ગણાવ્યુ એક ષડયંત્ર- વાંચો વિગત

Gujarati banner 01