દિવ્યાંગ (Divyang) અને વડીલ મતદારોનું મતદાન સરળ બનાવવા મતદાન મથકો ખાતે સ્વયં સેવકો મતદાનની શરૂઆતથી કાર્યરત

વડોદરા, ૨૮ ફેબ્રુઆરી: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્ર ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ (Divyang) મતદારોનું મતદાન સરળ બનાવવાની વિશેષ વ્યવસ્થા કરે છે.

Whatsapp Join Banner Guj

તેના અનુસંધાને સુગમ્ય ચૂંટણીઓના સૂત્રને સાકાર કરવા જ્યાં દિવ્યાંગ (Divyang) મતદારો નોંધાયેલા છે તેવા મતદાન મથકો ખાતે ૧૪૦ જેટલી વ્હીલ ચેર અને તેટલા જ સ્વયં સેવકો મુકવામાં આવ્યા છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું કે આ સ્વયં સેવકોએ મતદાનના પ્રારંભથી જ જરૂરિયાતમંદ મતદારોનું મતદાન સરળ બનાવવા વિવિધ રીતે સહાયક બનવાની સેવા શરૂ કરી દીધી છે.

divyang

તેઓ દિવ્યાંગ મતદારો ઉપરાંત વડીલો, સગર્ભા મહિલાઓને જરૂરી સહાયતા કરે છે. જરૂરિયાત વાળાને હાથ સાહીને અથવા વ્હીલ ચેરમાં મતદાન મથક સુધી લઈ જાય છે અને આવા મતદારોને નિયમ પ્રમાણે મતદાન કરવાની અગ્રતા મળે તેની કાળજી લઈ રહ્યાં છે.

આ પણ વાંચો…

ફોર વ્હીલર્સ માલિકો હાઇવે પર જાય કે ન જાય ફાસ્ટેગ (Fastag) નહીં હોય તો દંડને પાત્ર બનશે

મતદાન (Voting) કરો અને એક નાગરિક તરીકેની ફરજ નિભાવો:અંકિતા ગાંધી