Arjun modwadia with Forest Guards

Forest Guards: વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો સુખદ અંત

  • Forest Guards: સરકાર હંમેશા નાના કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા કટિબદ્ધ”: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

ગાંધીનગર, 04 નવેમ્બર: Forest Guards: રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણય અંગે વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું.

આ આંદોલનના સંદર્ભમાં હકારાત્મક અભિગમ અપનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર, આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

આ બેઠક દરમિયાન થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે કર્મચારીઓની માંગણીઓ અંગે હકારાત્મક અને સુખદ અંત આવ્યો છે તેમ, મંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:- Bamboo Craft: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની વાંસ-લાકડાની અનોખી કળા

આ અંગે વિગતવાર માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમુક બાકી રહેતા પ્રશ્નો અથવા મુદ્દાઓ અંગે ‘સામાન્ય વહીવટ વિભાગ’ અને ‘નાણાં વિભાગ’ની મંજૂરી જરૂરી હોવાથી, નિયમોનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં જ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.”

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ અત્યંત પ્રતિકૂળ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ સતત કાર્યરત રહ્યા છે, જેના પરિણામે જ આજે રાજ્યમાં વન સંપદા અને વન્યજીવોની સુરક્ષા સુરક્ષિત રહી શકી છે.

આ બેઠકમાં થયેલી ફળદ્રુપ અને હકારાત્મક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, કર્મચારી મંડળ દ્વારા પણ આંદોલનનો સત્તાવાર રીતે અંત લાવવાની સહર્ષ સંમતિ દર્શાવવામાં આવી છે. સરકારના આ સકારાત્મક વલણથી વન વિભાગના કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે તેમ મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું.