Reshama Ninama

ना जाने जिंदगी का ये कैसा दौर है, घर खामोश है, और ‘online’ शोर है.!

Reshama Ninama
By. Reshma Ninama

કયાંક વાંચેલું મને બહુ ગમ્યું અને તમને પણ ગમેજ.. કેમ કે reality માં પણ એવુજ થઇ રહ્યું છે.જેના સાક્ષી આપણે રોજ બનીએ છીએ.. અને આપણી રીતેજ વિચારોની અદાલતમાં પોતાનો કેસ લડીને જીત મેળવી લઈએ છીએ અને ભૂલી જઈએ છીએ…

ना जाने जिंदगी का ये कैसा दौर है, घर खामोश है, और ‘online’ शोर है.!

સુરત માં મહિલા PSI એ આપઘાત કરી લીધો.. પોતાનીજ સર્વિસ રિવોલ્વરથી.અને સુસાઇડ નોટિસમાં લખ્યું.. “જીવવું અઘરું છે..!”.. આપણને થાય કે શું અઘરું હશે.?? એવુ તો કઈ મરી જવાતું હશે??..એવુ તો શું કે પોલીસમાં રહીને.. આટલી હિમ્મત વાળી નોકરીમાં આત્મહત્યા કરી લેવાતી હશે..???

પણ આ આપણી બાજુનો વિચાર આપણો વકીલ બનીને મનની અદાલતમાં જોર જોરથી નિષ્ફળ પ્રયત્નો કરીને પોતાને “ક્યારેક” આવેલા આવા વિચારનું ગળુ દબાવવાની કોશિશ કરતો હોય છે…!!.

william iven DfMMzzi3rmg unsplash

આત્મહત્યા કરનાર મહિલા PSI ના 5 દિવસથી “whtsapp status” ડિપ્રેશનમાં છે કે એમને કોઈ મનમાં દુઃખ છે એની ચાડી ખાતા હતાં. તેવું તપાસમાં બહાર આવ્યું છે..

તો શું કોઈના status જે 24 કલાક સુધી આપણી સામે બરાડા પાડીને કહેતા હોય છે કે… આ મારો માલિક ડિપ્રેશનમાં છે.. એને કોઈ તો પૂછો કે શું તકલીફ છે….પણ કોની પાસે સમય છે..?? અને કોને એ status ના બરાડા સંભળાય છે…???

દરેક વ્યક્તિ કોઈને કોઈ વાતે ડિપ્રેશનમાં છે… કોઈ જીવે છે તો કોઈ હારે છે… પણ જે જિંદગી online જીવીએ છીએ એનો ફાળો પણ બહુજ મોટો છે..અને હવે એ આપના હાથમા હંમેશા બ્રાન્ડથી શોભામાં વધારો કરતો ફોન આપણો સાથી થઇ ગયો છે…
અને એનાથીજ માણસ જીવી રહ્યો છે…

ફોને લોકોને online તો બહુ નજીક કરી દીધા પણ સામે જઇને મેહસૂસ કરવાનું ભુલાવી દીધું..

એટલેજ કદાચ કોરોનાએ પણ લાભ લીધો.. અને #social distance… લાવી દીધું… અને આપણને વધારે દૂર કરી દીધા… અને સમજાવ્યું કે દૂર રેહવું કે online રહેવુંજ જીવન નથી… રૂબરૂ ના મળવામાં જે તકલીફ થાય એ અસહનીય હોય છે..

પણ જો કોઈના status #depresion ની ચાડી ખાતા હોયતો મહેરબાની કરીને એ કોલ લઈલો.. અને પુછીલો…

કઈ તકલીફ હોય તો બોલ… હું છું તારી સાથે…
તો કદાચ કોઈને ” જીવવું અઘરું નહી લાગે “…!!

whatsapp banner 1

हमें पूर्ण विश्वास है कि हमारे पाठक अपनी स्वरचित रचनाएँ ही इस काव्य कॉलम में प्रकाशित करने के लिए भेजते है।
अपनी रचना हमें ई-मेल करें
writeus@deshkiaawaz.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *