DRM trophy

DRM Championship: અમદાવાદ ડિવિઝન સ્પોર્ટસ એસોસિએશન દ્વારા આયોજિત ડીઆરએમ ચેમ્પિયનશિપનો ઇનામ વિતરણ સમારોહ

DRM Championship: એસોસિએશનના અધ્યક્ષ અને ડીઆરએમ દિપકકુમાર ઝાએ વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા

અમદાવાદ, ૧૨ જુલાઈ: DRM Championship: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર તાજેતરમાં અમદાવાદ ડીવીઝન સ્પોર્ટસ એસોસિએશન દ્વારા “ડીઆરએમ ચેમ્પિયનશીપ” નો ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. એસોસિએશનના સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમારસિંહે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ ડીવીઝન પર વર્ષ 2020-21 દરમિયાન આયોજિત “ડીઆરએમ ચેમ્પિયનશીપ” માં કુલ 8 ઇવેન્ટ યોજાયા હતા.

championship trophy

જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિંટન, કેરમ, ચેસ અને ટગ ઓફ વાર જેવી લોકપ્રિય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધાઓમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તમામ વિભાગની ટીમ, કારખાના, સાબરમતી સ્ટોર, નિર્માણ વિભાગની ટીમો અને ગાંધીધામ એરિયા મેનેજર ટીમે તેની હાજરી નોંધાવી હતી. એસોસિએશનના અધ્યક્ષ અને ડીઆરએમ દિપકકુમાર ઝાએ વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

DRM Championship: પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના અધ્યક્ષા પ્રીતિ ઝાએ વર્તમાન મહામારીથી બહાર આવવા માટે રમતોને મહત્વ આપવા તથા શારીરિક ફિટનેસને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તેમણે ખેલાડીઓને રસીકરણના બંને ડોઝ વહેલી તકે લેવા પ્રેરિત કર્યા હતા. આ સ્પર્ધાના તમામ ઇવેન્ટના ચેમ્પિયન અને રનર્સ અપને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા હતા.

મંડળના મિકેનિકલ વિભાગની ટીમને ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ મળ્યો અને એકંદરે રનર્સઅપનું બિરુદ ઓપરેટિંગ વિભાગને મળ્યું હતું. આયોજનની સફળતાના મુખ્ય સૂત્રધાર સહાયક લેખા અધિકારી અને ટ્રેઝરર હરીશ જનસારી, મુખ્ય કલ્યાણ નિરીક્ષક રાજેશ ઠાકુર, અમનદીપ બાવા અને શૈલેષ અને તેમની ટીમ હતા.

આ પણ વાંચો: Chandlodiya Railway Station: ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન સહિત અનેક રેલ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું