આજે વહેલી સવારે જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર(famous poet)નું 86 વર્ષની વયે થયું નિધન

famous poet

વડોદરા,04 એપ્રિલ: જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિ(famous poet)નું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું.   

ADVT Dental Titanium

કવિનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, તેમને 2004 માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચો….

તમારા બેન્ક ખાતાના પૈસા ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર(Sent money to wrong account) થઈ જાય તો શું કરવું? વાંચો આ મહત્વપૂર્ણ માહિતી