Farali prashad

Farali prashad: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદ ફરાળીચીકી નું વિતરણ શરુ કરાયુ

Farali prashad: સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળીચીકી ના પ્રસાદ નું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 29 જુલાઇઃFarali prashad: શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ પ્રચલિત છે ને એકજ જેવા ટેસ્ટ સાથે વર્ષો થી વહેંચાઈ રહ્યો છે ત્યારે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદ નું વિતરણ પણ શરુ કર્યું છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મળતો મોહનથાળ નો પ્રસાદ ઉપવાસમાં ખાઈ શકાતો ન હતો તેવા માં આંબાજી આવતા પુનમીયા તેમજ રવિવાર હોય કે અન્ય વાર તહેવારે ઉપવાસ રાખનાર લોકો મોહનથાળ નો પ્રસાદ ખાઈ સકતા ન હતા ત્યારે તેવા ઉપવાસના સમયે પણ માં અંબે નો પ્રસાદ શ્રદ્ધાળુઓ આરોગી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસેથી ફરાળી પ્રસાદનું પણ વિતરણ વ્યવસ્થા શરુ કરી છે.

a8efbe09 3808 49f9 b7e4 b1ecae9e2428

ખાસ કરીને દેશ વિદેશમાં અંબાજી નો પ્રસાદ સરળતા લઈ જઈ શકાય તેના માટે સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળીચીકી ના પ્રસાદ નું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું હોવાનુ આનંદ પટેલ (જિલ્લા કલેકટર,ચેરમેન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ)બનાસકાંઠા એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Lumpy virus cases rise: પોરબંદર શહેરમાં દરરોજ ૩૦થી પ૦ નવા કેસ નોંધાઇ રહ્યાં છે તો ગામડાઓમાં પણ બેથી ત્રણ કેસો નોંધાયા

આજ શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરુ કરાતા યાત્રિકોમાં પણ ખુશી ની લાગણી જોવા મળી રહી છે ને ઉપવાસ માં મોહનથાળ નો પ્રસાદ ખાઈ સકતા ન હતા માત્ર માથે જ લગાવી સકતા હતા ત્યારે હવે આ ફરાળી ચીકી નો પ્રસાદ ગમે તેવા વાર તહેવાર ને ઉપવાસ ના પ્રસંગે પણ માતાજી નો પ્રસાદ આરોગી શકાશે

આ ફરાળી ચીકી નો પ્રસાદ સીંગ ,તલ, ખાંડ ના મિશ્રણ થી બનાવા માં આવ્યો છે ને 100 ગ્રામ ના પેકેટ રૂપિયા 25 માં વિતરણ માટે મુકાયા છે ચીકી ના પેકેટ ઉપર બેસ્ટ બીફોર બે મહિના ની તારીખ પણ દર્શાવામાં આવી છે.

આ પણ વાંચોઃ Goa bar case: સ્મિતિ ઇરાનીની દીકરી નિર્દોષ, કોર્ટે કોંગ્રેસી નેતાને ટ્વિટ દૂર કરવા નિર્દેશ કર્યો- વાંચો શું છે મામલો?

Gujarati banner 01