Lumpy virus cases rise

Lumpy virus cases rise: પોરબંદર શહેરમાં દરરોજ ૩૦થી પ૦ નવા કેસ નોંધાઇ રહ્યાં છે તો ગામડાઓમાં પણ બેથી ત્રણ કેસો નોંધાયા

Lumpy virus cases rise: પશુપાલન વિભાગનું કહેવું છે કે લમ્પિ સ્કીન રોગથી ર૩ ગૌધનના મોત થયા છે બાકીના અન્ય બિમારીઓના લીધે પશુઓના મોત થયા હોવાનું કહેવાય છે.

પોરબંદર, 29 જુલાઇઃ Lumpy virus cases rise: પોરબંદર શહેરમાં લમ્પિ સ્કીન રોગ જે હાલ ગૌધનમાં જોવા મળી રહ્યો છે. જેના લીધે અસંખ્ય ગૌવંશ ઝપેટમાં આવી ગયા છે. હવે સરકાર સફાળી જાગી હોય તેમ રાજ્યકક્ષા લેવલે મીટીંગોનો દોર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ ગૌધનમાં ફેલાઇ રહેલો લમ્પિ વાયરસ ઘાતક નિવડી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૦ થી વધુ પશુઓના શંકાસ્પદ મોત નીપજી ગયા છે.

પશુપાલન વિભાગનું કહેવું છે કે લમ્પિ સ્કીન રોગથી ર૩ ગૌધનના મોત થયા છે બાકીના અન્ય બિમારીઓના લીધે પશુઓના મોત થયા હોવાનું કહેવાય છે. પરંતુ પોરબંદર શહેરમાં હવે દરરોજ ૩૦ થી પ૦ પશુઓ લમ્પિ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. જે રીતે કોરોના વાયરસ મનુષ્યમાં છેલ્લા બે વર્ષથી ફેલાઇ રહ્યો છે અને કોરનાની બીજી લહેરમાં અસંખ્ય નાગરીકોમાં આ વાયરસ ફેલાયો હતો અને કેટલાય નાગરીકોના મોત થયા હતા. તેવી જ રીતે હવે લમ્પિ સ્કીન રોગ જે ગૌધનમાં જોવા મળી રહ્યો છે તેમાં પણ ગૌવંશ દરરોજ ઝપેટમાં આવી રહ્યાં છે.

સુત્રમાંથી મળતી માહિતી મુજબ પોરબંદર જિલ્લામાં દરરોજ પ૦થી વધુ કેસો લમ્પિ વાયરસના નોંધાઇ રહ્યાં છે. તો હવે ચતાની વાત એ છે કે અત્યાર સુધી આ વાયરસ પોરબંદર શહેરી વિસ્તારમાં જોવા મળતો હતો પરંતુ હવે ગામડાઓ સુધી આ વાયરસ ફેલાઇ રહ્યો છે જેથી પશુ માલીકો હવે તો ચેતીજજો નહીંતર ક્યાંક તમારા પશુઓને આ વાયરસ ભરખી ન જાય. કારણ કે ઝડપથી લમ્પિ સ્કીનનો રોગ ગૌવંશમાં ફેલાઇ રહ્યો છે જે ખૂબજ ચતાજનક કહી શકાય. પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ આઇસોલેશન વિભગામાં ૧૭૦થી વધુ પશુઓ સારવાર લઇ રહ્યાં છે. તેમાના ૬૧ ગૌધનને સારવાર બાદ રીલીઝ કરવામાં આવ્યા છે. જેમાંના ર૩ ગૌવંશના મોત થઇ ગયા છે. તો હવે રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે તેવી ચર્ચા થઇ રહી છે. 

આ પણ વાંચોઃ Goa bar case: સ્મિતિ ઇરાનીની દીકરી નિર્દોષ, કોર્ટે કોંગ્રેસી નેતાને ટ્વિટ દૂર કરવા નિર્દેશ કર્યો- વાંચો શું છે મામલો?

જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું
પોરબંદર જિલ્લા કલેકટરે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે જેમાં જણાવ્યા મુજબ જિલ્લના પશુઓમાં લમ્પિ સ્કીન ડીસીઝ જોવા મળેલ છે. આ વાયરસ એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોય અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી પશુઓના શરીર પર ચોટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી ચેપ ફેલાતો હોય છે. જેથી પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેટલાક નિયમોનું પાલન કરવા પણ સૂચના આપી છે જેમાં અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરાફેરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ ઉપરાંત પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો, પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મડદાને અથવા તેના ભાગને ખુલ્લા છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇજવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું ર૮-૭-ર૦રરથી ર૭-૮-ર૦રર સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અને ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Battleground mobile india also banned: PUBG બાદ આ ગેમ પર પણ પ્રતિબંધ? પ્લે સ્ટોરમાંથી ગાયબ- વાંચો વિગત

Gujarati banner 01