mahadev baraf

Gabbargarh Mahadev Mandir: રાજસ્થાની લોકોના છેલ્લા સોમવારે ગબ્બરગઢ સામે નવ નિર્મિત ડુંગરેશ્ર્વર મહાદેવના મંદિરે લોકોની ભારે ભીડ…

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૩ ઓગસ્ટ:
Gabbargarh Mahadev Mandir: રાજસ્થાન વાસીઓ માટેનું આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે કહી શકાય છે કે જ્યારે ગુજરાતીઓ માટે આજે ત્રીજો સોમવાર છે અંબાજી પંથક ના શિવાલયો માં આજે શિવભક્તો ની સવારની પુજા પુર્ણ થયા બાદ સાંયકાલ દર્શન ને લઈ રાજસ્થાની લોકોના છેલ્લા સોમવારે ગબ્બરગઢ સામે નવ નિર્મિત ડુંગરેશ્ર્વર મહાદેવના મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

indian Government talk about afghan crisis:અફઘાન મુદ્દે નવાજુની કરવાની તૈયારીમાં સરકાર, વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

જોકે આ (Gabbargarh Mahadev Mandir) ડુંગરેશ્ર્વર મહાદેવ મંદિર જમીનથી 1000 ફૂટની ઉંચાઇએ જંગલ પહાડી વિસ્તારમાં આવેલું છે અને ત્યાં શીવભક્તોમાં આકર્ષણ જમાવવા માટે મંદિરના આયોજકો દ્વારા બાબા બર્ફાની એટલે કેમ બરફના શિવલિંગ બનાવી અમરનાથ ના બર્ફાની બાબાના દર્શન કરવામાં આવ્યા હતા આજે મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન ડુંગરેશ્ર્વર મહાદેવના દર્શન માટે ગબ્બર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ મેળો જોવા મળ્યો હતો સંતોએ પણ મોટી સંખ્યામાં આજે બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

એટલું જ અન્ય(Gabbargarh Mahadev Mandir) નીલકંઠ મહાદેવ મંદિરે પણ 21 હજાર જેટલા સમુદ્ર મોતીનુ શિવલિંગ બનાવવામાં આવ્યુ હતુને ભક્તો ને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને અંબાજી પંથકના શિવાલયોમાં બમ બમ બોલે ને હર હર મહાદેવ ના નાદ ગુંજવા લાગ્યા હતા ને જે લોકો બર્ફાની બાબા ના દર્શન કરવા અમરનાથ ન જઈ શકનારાઓ માટે ગબ્બરનુ આ શીવમંદિર જ અમરનાથ સમાન બન્યુ હતુ અંબાજી ના ગબ્બર માં.

Whatsapp Join Banner Guj