kinjal dave serve food

Kinjal Dave: અંબાજીમાં શરૂ કરાયેલા જલીયાણ સદાવ્રતમાં માઈભક્તોને ભોજન પ્રસાદ પીરસીને હું ધન્યતા અનુભવું છું: ગાઈકા કિંજલ દવે

Kinjal Dave: અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં જલિયાણ સદાવ્રતમાં પ્રસિધ્ધ ગાઈકા કિંજલ દવે સાત્વિક ભોજનનો લાભ મળ્યો ,ગાયિકાએ ભોજન પ્રસાદ પીરસી ધન્યતા અનુભવી…

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૩ ઓગસ્ટ:
Kinjal Dave: ” અંબાજીમાં શરૂ કરાયેલા જલીયાણ સદાવ્રતમાં માઈભક્તોને ભોજન પ્રસાદ પીરસીને હું ધન્યતા અનુભવું છું. આ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા મા અંબાનો સાત્વિક ભોજન પ્રસાદ પિરસાય રહ્યો છે ત્યારે એમાં જોવાનું જ શું હોય ? તેમ સોમવારે જલીયાણ સદાવ્રત (શ્રી અંબિકા ભોજનાલય) ની મુલાકાતે આવેલા જાણીતી ગાયિકા કિંજલ દવેએ જણાવ્યું હતું.

ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અંબાજી લોકડાઉન ખુલ્યાના થોડા જ દિવસોમાં યાત્રાળુઓથી ધમધમી રહ્યું છે. દૂર દૂરથી આવતા માઈ ભક્તો પોતાની માનતા અને આખડીઓ પૂરી કરવા માટે માના ધામમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેમને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે ઐતિહાસિક નિર્ણય લેતાં ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી છે. બે માસ પહેલા લોકડાઉન ખુલ્યાના માત્ર બે જ દિવસમાં શ્રી અંબિકા ભોજનાલય (Shri Annapurana bhojnalay) ખાતે જલીયાણ સદાવ્રત શરૂ કરી દેવામાં આવ્યું હતું.

Kinjal dave ambaji

Gabbargarh Mahadev Mandir: રાજસ્થાની લોકોના છેલ્લા સોમવારે ગબ્બરગઢ સામે નવ નિર્મિત ડુંગરેશ્ર્વર મહાદેવના મંદિરે લોકોની ભારે ભીડ…

આજે રોજના સરેરાશ પાંચથી છ હજાર યાત્રાળુઓ અને સ્થાનિક માઇભકતો ભોજન પ્રસાદનો નિ:શુલ્ક લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. જેમાં સોમવારે જાણીતી ગાયિકા કિંજલ દવેએ (Kinjal Dave) પણ જલીયાણ સદાવ્રત ખાતે મુલાકાત લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ માઇભક્તોને ભોજન પ્રસાદ પીરસીને પોતે પણ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે માઈભક્તોને પીરસાઈ રહેલા સાત્વિક ભોજનમાં જ્યારે માં અંબાનો પ્રસાદ ભેળવવામાં આવતો હોય ત્યારે તેમાં જોવાનું જ શું હોય?.

તેમને જલિયાણ સદાવ્રતના ટ્રસ્ટીઓ દ્વારા શરૂ કરાયેલી આ સદપ્રવૃત્તિને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 12 જૂનથી અત્યાર સુધીમાં ત્રણ લાખ પંચોતેર હજાર કરતાં વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અને દિવસે- દિવસે આ સદાવ્રતનો મોટી સંખ્યામાં ભકતો લાભ લઇ રહ્યા છે.

Whatsapp Join Banner Guj