Meghani bday mistake

Gujarati book print mistake: ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા દર્શાવનાર રાજ્ય સરકારની ગંભીર બેદરકારી: ડૉ. મનિષ એમ. દોશી

Gujarati book print mistake: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ પાઠ્ય પુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગની ગુન્હાહિત બેદરકારી અંગે સખત પગલાં ભરે.


અમદાવાદ , ૨૮ ઓગસ્ટ: Gujarati book print mistake: રાષ્ટ્રિય શાયર, સાહિત્યના ઉત્તમ સર્જક, સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વતી શ્રધ્ધાસુમન અર્પણ કરું છું, વંદન કરું છું, શત્ શત્ નમન. આઝાદી સંગ્રામમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સંબોધીને લખાયેલા પત્રો અને કાવ્યો આજે પણ ગાંધી સાહિત્યમાં અગ્રેસર છે અને આજે પણ, સૌને – નવી પેઢીને પ્રેરણા પુરી પાડે છે. રાષ્ટ્રિય શાયર – સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ કાર્યક્રમ આમંત્રણ પત્રિકા કવર, કાર્યક્રમના મુખ્ય સ્ટેજ બેનરમાં મહાન સાહિત્ય સર્જક, રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીનો ફોટો ગાયબ અને પ્રચાર સંદર્ભના ફોટોગ્રાફ્સ કેટલા અંશે વ્યાજબી ?

ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા (Gujarati book print mistake) દર્શાવનાર રાજ્ય સરકારની ગંભીર બેદરકારી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ જ ધોરણ-૯ના ગુજરાતી (પ્રથમ ભાષા) પાઠ્યપુસ્તકમાં ખોટી દર્શાવી છે અને જન્મ વર્ષ પણ ખોટું દર્શાવવામાં આવ્યું છે.

Gujarati book print mistake

નવી પેઢીને ભૂલ ભરેલા (Gujarati book print mistake) પુસ્તકો ખાસ કરીને ઐતહાસિક વારસો, રાષ્ટ્રિય મહાનુભાવોના જીવન પરના પાઠો – લેખમાં ગંભીર ભૂલો ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ વારંવાર કરી રહ્યું છે. પાઠ્ય પુસ્તક મંડળની ગંભીર ક્ષતિ થી નવી પેઢીને શું આ રીતે અભ્યાસ કરાવાશે ? પાઠ્ય પુસ્તક મંડળને માત્ર કાગળ ખરીદી – પ્રિન્ટીંગના કોન્ટ્રાક્ટ, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ, પુસ્તકો સગેવગે કરવામાં જ વિશેષ રસ હોય તેમ જણાય છે. ધો-૯ ના અભ્યાસક્રમના ગુજરાતી વિષયના પુસ્તકમાં ‘બોળો’ લોકવાર્તા – ઝવેરચંદ મેઘાણી પાના નં. ૧૫૦ પર રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ જ અને જન્મ વર્ષ ખોટું બતાવાયું છે.

Gujarati book print mistake

ગુજરાતના બાળકોને ભૂલ ભરેલા, (Gujarati book print mistake0 ક્ષતિવાળા પાઠ્ય પુસ્તકો તૈયાર કરનાર ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની જવાબદારી નક્કી થવી જોઈએ. સમગ્ર રાષ્ટ્ર જેનું ગૌરવ લે છે તેવા રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી અંગે ભાજપ સરકારને જન્મ તારીખ પણ ખબર નથી. ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં સરકારે ખોટી જન્મ તારીખ છાપી છે, જન્મ વર્ષ પણ ખોટું દર્શાવાયું છે. 28 ઓગષ્ટના બદલે પાઠ્ય પુસ્તકમાં 17 ઓગષ્ટ જન્મ તારીખ છપાઈ છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીનો જ ફોટો આમંત્રણ પત્રિકાના કવરમાં અને કાર્યક્રમના મુખ્ય બેનરમાં નથી.

Congress nyay yatra: ભાવનગર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી

રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંક્શન કરવાના બદલે ક્ષતિ સુધારે. આ બેદરકારી નથી પરંતુ ગુન્હાહિત બેદરકારી છે. સરકાર તાત્કાલિક ધો. 9ના ગુજરાતી પાઠ્ય પુસ્તકની આ ભૂલ સુધારે અને ભારત દેશના મહાનાયકોના જીવન પરના લેખો, અંગે નવી પેઢીને સાચી માહિતીથી વાકેફ કરાવે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ પાઠ્ય પુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગની ગુન્હાહિત બેદરકારી અંગે સખત પગલાં ભરે.

Whatsapp Join Banner Guj