Hardik Patel speech e1623663119964

Hardik Patel’s statement on Rupani’s resignation: આ રાજીનામુ એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય છે!- હાર્દિક પટેલ

Hardik Patel’s statement on Rupani’s resignation: હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Hardik Patel’s statement on Rupani’s resignation: તાજેતરમાં બીજેપી નેતા વિજયરુપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું છે. હજી રાજીનામું આપવા પાછળનું કારણ સામે આવ્યું નથી. તેવા માં વિપક્ષી નેતાના નિવેદન શરુ થઇ ગયા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.

કોરોના ના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહો, હોસ્પિટલમાં બેડના મળવો, સ્મશાનગૃહોમાંથી આવતી ભયાનક તસવીરો દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી છે. રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી, વેપારીઓ સામે આવી રહેલી કટોકટી, યુવાનોમાં વધતી બેરોજગારી, ઉદ્યોગો બંધ થવાથી રાજ્યના લોકો પરેશાન છે. દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર ક્યાં સુધી પોતાની નિષ્ફળતા છુપાવશે?

આ પણ વાંચોઃ Shehnaaz gill Not well: ખાસ ફ્રેન્ડના નિધન બાદ શહેનાઝની થઇ છે આવી હાલત, ખાવા-પીવાનું પણ છોડી દીધું છે- વાંચો વિગત

વધુમાં (Hardik Patel’s statement on Rupani’s resignation) કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યમંત્રીએ જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યું. પરંતુ વાસ્તવિક પરિવર્તન આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકશે.

Whatsapp Join Banner Guj