C.R.Patil 1

Statement of C.R.Patil: વિજય રુપાણીના રાજીનામા બાદ, પાટીલે કહ્યું- હું મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી- વાંચો વિગત

Statement of C.R.Patil: રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતમાં નવા સીએમ કોણ બનશે તેની અટકળો તેજ થઇ ગઈ

ગાંધીનગર, 11 સપ્ટેમ્બરઃStatement of C.R.Patil: નવા મુખ્યપ્રધાન કોણ હશે તેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતમાં નવા સીએમ કોણ બનશે તેની અટકળો તેજ થઇ ગઈ હતી. જે નામો ચર્ચામાં હતા તેમાં એક નામ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું પણ હતું.

આ પણ વાંચોઃ Hardik Patel’s statement on Rupani’s resignation: આ રાજીનામુ એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય છે!- હાર્દિક પટેલ

પરંતુ સીઆર પાટીલે હવે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ સીએમ પદની રેસમાં નથી. જેમને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેમને પૂર્ણ સહયોગ આપવામાં આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 182 બેઠકો જીતવા માટે મહેનત કરવામાં આવશે.

મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા સીએમ પદ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નામ પણ ચર્ચાયું. જોકે આ અટકળો પર ખુલ પાટીલે સ્પષ્ટતા કરી કે તેઓ સીએમ પદની રેસમાં નથી. નવા મુખ્યમંત્રીનું નામ પાર્ટી નક્કી કરશે

Whatsapp Join Banner Guj