holika

Holika-2023: ગાંધીનગરના આ ગામમાં 35 ફૂટ ઊંચી હોલિકા, 15થી 20 દિવસ સુધી લાકડા એકત્ર કરાય છે, 700 વર્ષ જૂની છે પરંપરા

Holika-2023: ગામના 80 જેટલા સેવકો મળી 3 દિવસમાં હોલિકા તૈયાર કરે છે. આ પરંપરા છેલ્લા 700 વર્ષથી ચાલતી આવી રહી છે. જે હાલ પણ યથાવત છે. 

અમદાવાદ, 06 માર્ચ: Holika-2023: રાજ્યના વિવિધ સ્થળે આજે અને આવતીકાલે હોલિકા દહન કરવામાં આવશે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં આવેલા પાલજ ગામ ખાતે રાજ્યનો સૌથી મોટો હોલિકા દહન કાર્યક્રમ યોજાશે. મીડિયા રિપોર્ટ મુજબ, પાલજ ગામ ખાતે 35 ફૂટ ઊંચી હોલિકા તૈયાર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, લગભગ 700 વર્ષથી પાલેજ ખાતે રાજ્યમાં સૌથી મોટા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. 

શિવરાત્રિ બાદથી જ શરૂ થાય છે તૈયારીઓ

રિપોર્ટ્સ મુજબ, આ માટે ગ્રામજનો દ્વારા હજારો કિલો લાકડા એકત્ર કરવામાં આવે છે. માન્યતા મુજબ, અહીં હોલિકા પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ખુલ્લા પગે ચાલવાથી લોકોની માનતા પૂર્ણ થાય છે. કેટલાક ગ્રામજનોએ જણાવ્યું કે, શિવરાત્રિ બાદથી જ ગામમાં લોકો સાથે મળી હોલિકા દહનની તૈયારીઓમાં લાગી જાય છે. 15થી 20 દિવસ સુધી તો લાકડા ભેગા કરવામાં આવતા હોય છે. ત્યાર બાદ અંદાજે 10 ટન જેટલા લાકડા ભેગા કરી 35થી 40 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવામાં આવે છે. ગામના 80 જેટલા સેવકો મળી 3 દિવસમાં હોલિકા તૈયાર કરે છે. આ પરંપરા છેલ્લા 700 વર્ષથી ચાલતી આવી રહી છે. જે હાલ પણ યથાવત છે. 

દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે ભક્તો

માન્યતા મુજબ, માન્યતા પૂર્ણ થાય તે માટે ભક્તો હોલિકા પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. ભક્તોની માન્યતા છે કે, હોળીના અંગારા પર ચાલવાથી કશું થતું નથી. હોલિકા દહનના દર્શન માટે આસપાસના ગામ અને શહેરથી મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે, જ્યાં ભક્તો દર્શન કરવા જાય છે. અહીં હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવાય છે. ગામમાં તે દિવસે ઘેર-ઘેર લાડવા બનાવીને ઉજવણી કરાય છે.

આ પણ વાંચો:-Weather Changes in Gujarat: ગુજરાતના હવામાનમાં મોટા પલટો, ક્યાંક પુર ઝડપે પવન તો ક્યાંક વરસાદ તો ક્યાંક કરા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો