ambaji tree down

Weather Changes in Gujarat: ગુજરાતના હવામાનમાં મોટા પલટો, ક્યાંક પુર ઝડપે પવન તો ક્યાંક વરસાદ તો ક્યાંક કરા

Weather Changes in Gujarat: ઉત્તરગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો

અમદાવાદ, 06 માર્ચ: Weather Changes in Gujarat: ગુજરાતના હવામાનમાં મોટો પલટો વરસાદના કારણે આવ્યો છે. તેમાં પણ  ક્યાંક પુર ઝડપે પવન તો ક્યાંક વરસાદ તો ક્યાંક કરા જોવા મળ્યા છે. ઉત્તરગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીતના વિવિધ વિસ્તારો માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના છાંટાઓ ક્યાંકને ક્યાં પડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફરીવળી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ આગાહી વહરસાદને લઈને કરવામાં આવી છે. 

આ વિસ્તારમાં વરસાદના કારણે જોવા મળી અસર 
ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર, પાટણ અને નર્મદામાં ગાજવીજ  સાથે વરસાદ પડ્યો છે. અમરેલીના દામનગરમાં કરા પડ્યા હતા અને ભરુચ તેમજ ડભોઈમાં પણ વાતાવરણના પલટાના કારણે ક્યાંક છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.  અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે.  અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદ અને દામનગર શહેરમાં સતત ત્રણ દિવસથી કરા પડ્યા બાદ પાક નિષ્ફળ જવાની સંભાવના છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે થઈ શકે છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી 
નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે તો રાજકોટ, અમરેલી, બનાસકાંઠામાં કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાજી બ્રેકિંગ

અંબાજી પંથકના વાતાવરણમાં એકા એક પલટો

ચોમાસા જેવો વાતાવરણ સર્જાયું

ભર ઉનાળે વાવાઝોડાને વરસાદી જેવો માહોલ

ફાગણમાં પણ જાણે ચોમાસાનો વર્તાવો

Weather Changes in Gujarat

સાંજના સુમારે વાતાવરણ પલટા હતા ઝાડ પડવાની ઘટના

અંબાજી અને કુંભારિયામાં વીજ પોલ પણ થયા ધરાશાઈ

કોઈ જાનહાની કે નુકસાની ના સમાચાર નહીં

હજી આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા

ચોમાસામાં પણ ન ઘટી ઘટના તે ફાગણ માં જોવા મળી

વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી

ખેતરોમાં કાપેલા ઘઉંના લઈ ખેડૂતોના જીવ અધ્ધર

વરસાદને વાવાઝોડા ના પગલે જગતનો તાત મૂંઝવણમાં

આ પણ વાંચો:-Inspection of Jamnagar Railway Station by Darshana Jardosh: રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા જામનગર રેલવે સ્ટેશન નું નિરીક્ષણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો