Gujarat police 600x337 1

Interim package for Gujarat Police: પોલીસ માટે મહત્વનો નિર્ણય, સરકારનો પોલીસ માટે ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે

Interim package for Gujarat Police: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર

ગાંધીનગર, 04 ઓગષ્ટઃ Interim package for Gujarat Police: પોલીસ માટે ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે, CMએ ગૃહ વિભાગને તાકીદ કરી સરકારના વિશ્વાસપાત્ર સૂત્રોએ એક મીડિયા હાઉસને માહિતી આપી પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે.

અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. એક મીડિયા હાઉસને સરકારના વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસકર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ lots of milk pouch thrown away:દાંતા નજીક સંજીવની દૂધના પાઉચનો ફેંકેલો જથ્થો મળી આવતા લોકોમાં રોષ

બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે, પરંતુ આખરે ટૂંક સમયની વ્યાખ્યા શું ? એ સવાલ સૌ પોલીસકર્મીઓને સતાવે છે.

10 દિવસમાં જ મુખ્યમંત્રી નિર્ણય લઈ લેશેતપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે.

આ પણ વાંચોઃ Cycle Yatra: કાશીપ્રાંતના લખનઉથી સાયકલ યાત્રાએ નીકળેલા સુંદરમ તિવારી વિવિધ સાત રાજ્યોની યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કર્યો

Gujarati banner 01