Cycle Yatra

Cycle Yatra: કાશીપ્રાંતના લખનઉથી સાયકલ યાત્રાએ નીકળેલા સુંદરમ તિવારી વિવિધ સાત રાજ્યોની યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કર્યો

Cycle Yatra: સુંદરમ તિવારીએ યાત્રા દરમિયાન 132460 વૃક્ષો નું વિવિધ જગ્યા એ રોપણ કર્યું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 04 ઓગષ્ટઃCycle Yatra: પર્યાવરણ ની જનજાગૃતિ ને લઈ લોકોને સીધો સંદેશો પહોંચાડવા માટે 7 એપ્રિલ ના કાશીપ્રાંત ના લખનઉથી સાયકલ યાત્રાએ નીકળેલા સુંદરમ તિવારી વિવિધ સાત રાજ્યો ની યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કર્યો છે.

અંબાજી ખાતે પહોંચેલા પર્યાવરણ પ્રેમી સુંદરમ તિવારી માં અંબે ના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ને પૂજારી એ પણ તેમને પર્યાવરણ ની જનજાગૃતિ કાર્યક્રમ ને સફળતા મળે તેવા આશીવાર્દ સાથે માતાજી ની ચૂંદડી ઓઢાડી હતી.

Cycle Yatra 1

આ પણ વાંચોઃ The past in life: “ભૂતકાળને વાગોળવો એના કરતા એમાંથી મળેલી સમજણને વાગોળવી વધુ સારી”

અંબાજી વનચેતના કેન્દ્ર ખાતે પણ 11 વૃક્ષો નું રોપણ કર્યું હતું હમણાં સુધી ઉત્તર પ્રદેશ ,ઉત્તરાખંડ,હિમાચલ,જમ્મુ કાશ્મીર,લેહલદ્દાખ ,પંજાબ ને રાજસ્થાન ની યાત્રા દરમિયાન 132460 વૃક્ષો નું વિવિધ જગ્યા એ રોપણ કર્યું છે. હમણાં સુધી 6500 કિલોમીટ ની યાત્રા પૂર્ણ કરી અંબાજી પહોંચેલા મૂળ કાશી પ્રાંત ના સુંદરમ તિવારી કુલ અંદાજે 21000 કિલોમીટર ની યાત્રા માં ભારત બ્રહ્મણ કરી દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વૃક્ષા રોપણ કરી પોતાની આ પર્યાવરણ ની જનજાગૃતિ સાયકલ યાત્રા પરિપૂર્ણ કરશે.

તેમ સુંદરમ તિવારી (ભારત બ્રહ્મણ એ નીકળેલા સાયકલ યાત્રી) કાશી પ્રાંત યુ.પી એ જણાવ્યુ હતુ હાલ તબક્કે ગુજરાત મા એક મહીનાના રોકાણ બાદ મહારાષ્ટ્ર મા પ્રવેશ કરશે.

આ પણ વાંચોઃ Lumpy virus: પશુઓમાં ઝડપથી ફેલાઇ રહેલા લમ્પી વાયરસ વિશે કૃષિ, પશુપાલન મંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન

Gujarati banner 01