lots of milk pouch thrown away:દાંતા નજીક સંજીવની દૂધના પાઉચનો ફેંકેલો જથ્થો મળી આવતા લોકોમાં રોષ

lots of milk pouch thrown away: 03/08 2022 તારીખ લખેલુ તાજુ દૂધ દાંતાના જંગલમાં વિસ્તારમાં અંદાજે 2000 જેટલા સંજીવની દૂધના પાઉચમાં ફેકાયેલા મળી આવતા લોકોમાં રોષ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 04 ઓગષ્ટઃ lots of milk pouch thrown away: રાજ્ય સરકાર ખાસ કરીને આદીવાસી વિસ્તારમા ભણતા બાળકો માટે શક્તિવર્ધર દૂધ પહોચાડવા દૂધ સંજીવની યોજના લાગુ કરી છે પણ કેટલાક તત્વો સરકારને જાણીજોઈને બદનામ કરવાનુ કાવતરુ કરતા હોય તેવુ લાગી રહ્યુ છે

સંજીવની દૂધના પાઉચનો જથ્થો
બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે દાંતા સહિતના આદિવાસી વિસ્તારમાં સંજીવની દૂધની યોજના અમલમાં મૂકેલી છે. ત્યારે 03/08 2022 તારીખ લખેલુ તાજુ દૂધ દાંતાના જંગલમાં વિસ્તારમાં અંદાજે 2000 જેટલા સંજીવની દૂધના પાઉચમાં ફેકાયેલા મળી આવતા ચકચાર મચી છે ને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

afa51562 37e5 44bf a3f2 fdba3319c202

આ પણ વાંચોઃ Cycle Yatra: કાશીપ્રાંતના લખનઉથી સાયકલ યાત્રાએ નીકળેલા સુંદરમ તિવારી વિવિધ સાત રાજ્યોની યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કર્યો

જે દૂધ બાળકોના મોં એ ન પહોચતા શ્વાન આગળ કેવી રીતે આવી ગયુ. . ? તે એક તપાસ નો વિષય બન્યો છે મોટી માત્રા માં સંજીવની દૂધના પાઉચ ફેકી દેવાયેલા ના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા છે. સરકારની યોજના મુજબ શાળાઓ તેમજ આંગણવાડીમાં દૂધના પાઉચનો જથ્થો પહોંચાડવા કોન્ટ્રાક્ટ આપેલ હોય છે.

જોકે આ જથ્થો મોટા પ્રમાણમાં ફેંકાયેલી હાલતમાં મળતા અનેક શંકા કુશંકા ઉઠવા પામી હતી. એટલુજ નહી આ અંગે વહીવટી તંત્ર કસુરવાર સામે આકરા પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ The past in life: “ભૂતકાળને વાગોળવો એના કરતા એમાંથી મળેલી સમજણને વાગોળવી વધુ સારી”

Gujarati banner 01