Rain

Inundated water in low lying areas in Surat: સુરતમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Inundated water in low lying areas in Surat: સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત રહ્યો હતો. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી.

સુરત, 02 જુલાઈ: Inundated water in low lying areas in Surat: સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજું વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયનજક સપાટી વટાવી શકે છે. જેના પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

સવારના સમયે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત રહ્યો હતો. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બીજી તરફ કાદરશાની નાળ, અમરોલી, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો..Attack on a standard 11 student: અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ધોરણ 11ના વિદ્યાર્થીએ જૂની અદાવતમાં સાથી વિદ્યાર્થી પર કર્યો હુમલો

Gujarati banner 01