JMC Corporator bday 3

જામનગરના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની કઈ રીતે કરી અનોખી ઉજવણી જાણો…

JMC Corporator bday 3

રિપોર્ટ:જગત રાવલ
જામનગર,૨૧ ઓગસ્ટ:જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષના કોર્પોરેટર અને એડવોકેટ જેનમબેન ખફી દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિતે ગરીબ રેકડી ધારકોની રેકડીઓ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા માંથી દંડ ભરીને છોડાવી આપી

JMC Corporator bday

અનોખી ઉજવણી કરી હતી. મહિલા કોર્પોરેટર પોતાના જન્મદિવસના દિવસે કપરાં સમયમાં જે લોકોના રેકડી અને કાટાં જામનગર મહાનગર પાલિકાએ જપ્ત કરેલ છે તેના દંડની રકમ જેનમબેન દ્વારા ચુકવીને રેકડી અને કાંટા છોડાવી લોકોને પરત આપાવામાં આવ્યા હતા. અને ગરીબ રેકડી ધારકોની મદદ કરી ને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

JMC Corporator bday 2