lift collapse incident: ગુજરાત યુનિવર્સિટી પાસે લિફટ તુટતા 7 શ્રમિકોનાં મોત, વાંચો વિગત

lift collapse incident: એસ્પાયર-2 નામની બાંધકામની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ lift collapse incident: આજે અમદાવાદ ખાતે નિર્માણધીન ઈમારતની સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. હાલ ઘટનામાં 7 શ્રમિકોના મોત મળ્યાની પ્રાથમિક માહિતી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં આ ઘટના બની છે. એસ્પાયર-2 નામની બાંધકામની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સવારે 9.30 કલાકે આ ઘટના બની છે. અમદાવાદ પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન ઈમારતની સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. તો એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

આ પણ વાંચોઃ 5 more days of rain forecast: રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની આગાહી, આજે વેધર વૉચ ગ્રુપની બેઠક પણ યોજાઇ

તમામ શ્રમિકોના મૃતદેહોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ હાલ ફાયરબ્રિગેડ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, જેમા સવારે આ દુર્ઘટના બની હતી. તમામ મૃતક શ્રમિકો પંચમહાલ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.

કન્સ્ટ્રક્શન સાઈડના માલિકોએ ઘટનાનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાઈડના માલિકોએ આટલી મોટી દુર્ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી મોટી ઘટના બન્યા છતા પણ ફાયર બ્રિગેડ કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, અમે પણ મીડિયામાં સમાચાર જોઈને જ અહી આવ્યા છીએ, અમને આ બાબતે કોઈ સૂચના ન હતી. 

આ પણ વાંચોઃ Increase in allowance of Talati-cum-Ministers: તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોધપાત્ર વધારાને લઇ રાજય સરકારે લીધો મહત્વનો નિર્ણય

Gujarati banner 01