Automatic Number Plate Reader

Automatic Number Plate Reader: તમારો ટોલ ટેક્સ Fastag દ્વારા નહીં પણ હવે નંબર પ્લેટથી કપાશે, આ છે નવો નિયમ

Automatic Number Plate Reader: ગડકરીએ કહ્યુ કે આ નવી ટેક્નોલોજીની સાથે બે ફાયદા મળી શકે છે- ટોલ બૂથ પર ટ્રાફિકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચુકવણી

બિઝનેસ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃAutomatic Number Plate Reader: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે તે માટે સરકાર એક પાયલટ પ્રોજેક્ટ ચલાવી રહી છે, જેના દ્વારા ટોલ હાઈવે પર ચાલનાર વાહનો પાસેથી યોગ્ય અંતરના આધાર પર ચાર્જ લેવામાં આવશે. ગડકરીએ કહ્યુ કે આ નવી ટેક્નોલોજીની સાથે બે ફાયદા મળી શકે છે- ટોલ બૂથ પર ટ્રાફિકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચુકવણી.

સરકાર આ ક્રમમાં જીપીએસ આધારિત ટોલ કલેક્શન પર વિચાર કરી રહી છે. જ્યાં જીપીએસ બેસ્ડ ટોલ કલેક્શન ટોલ પ્લાઝા પર વાહનોનું રોકાવાનું સમાપ્ત કરી દેશે અને નક્કી કરેલા અંતર અનુસાર ટોલ એકત્ર કરશે. તો નીતિન ગડકરીનું કહેવુ છે કે ફાસ્ટ ટેગે ભારતીય રસ્તાઓ પર ભીડ ઓછી કરવામાં મદદ કરી છે. 

આ પણ વાંચોઃ lift collapse incident: ગુજરાત યુનિવર્સિટી પાસે લિફટ તુટતા 7 શ્રમિકોનાં મોત, વાંચો વિગત

ગડકરીએ કહ્યું કે ટોલ પ્લાઝા પર 2018-2019 દરમિયાન વાહનોનો એવરેજ વેઇટિંગ ટાઇમ 8 મિનિટ ગતો. ફાસ્ટેગની શરૂઆતની સાથે 2020-2021 અને 2021-2022 દરમિયાન વાહનો માટે એવરેજ વેઇટિંગ સમય ઘટીને 47 સેકેન્ડ થઈ ગયો છે. પરંતુ શહેરોની પાસે અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વ્યસ્ત સમય દરમિયાન ટોલ પ્લાઝા પર હજુ પણ વાર લાગે છે. 

ચાલકોને સુરક્ષિત અને સરળ ટ્રાફિક ઓપરેશન ઉપલબ્ધ કરાવવા માટે ગડકરીએ કહ્યુ કે બધા નવા નેશનલ હાઈવે અને વર્તમાન 4 પ્લસ-લેનવાળા નેશનલ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ 5 more days of rain forecast: રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની આગાહી, આજે વેધર વૉચ ગ્રુપની બેઠક પણ યોજાઇ

Gujarati banner 01