Drugs

Drugs seized in gujarat: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સફળ, દરિયામાંથી કરોડનું ડ્રગ્સ પકડાયું

Drugs seized in gujarat: પંજાબની જેલમાં બંધ નાઈઝિરિયને આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું

ગાંધીનગર, ૧૪ સપ્ટેમ્બરઃ Drugs seized in gujarat: ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી.

ICGની બે ફાસ્ટ એટેક બોટોએ ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. IMBL નજીકથી આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પંજાબની જેલમાં બંધ નાઈઝિરિયને આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમે ડ્રગ્સનું નેટવર્ક તોડતા રહીશું: હર્ષ સંઘવી

નોંધનીય છે કે હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું.

પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

આ પણ વાંચો: Big accident in jammu: જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના, બસ ખીણમાં પડતાં અનેક લોકોનાં મોત

Gujarati banner 01