8893e39f 1928 452f 97eb 324e663c966d

Inauguration of Bhadaj Circle Overbridge: અમદાવાદના ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી શાહના હસ્તે લોકાર્પણ

Inauguration of Bhadaj Circle Overbridge: 73 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ કાર્યરત થતા રોજના હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ Inauguration of Bhadaj Circle Overbridge: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના એસ.પી. રિંગરોડ સ્થિત ભાડજ સર્કલ પર ઔડા દ્વારા નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 73 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ કાર્યરત થતા રોજના હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સિક્સ લેન બ્રિજની પહોળાઈ 27 મિટર છે. આ બ્રિજના નિર્માણથી ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રોડ પરિવહનની ઝડપ વધશે.

બ્રિજના લોકાર્પણ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Rare uterine implantation: ગર્ભાશય દાન કરાતા દુર્લભ ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર વિશ્વનું પ્રથમ યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બન્યું IKDRC- વાંચો વિગત

આ પણ વાંચોઃ Swachh neer diwas: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છ નીર દિવસ’ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતા ની ચકાસણી

Gujarati banner 01