85698771 2d65 4b73 836c 5b9f8582a214

300 કાર્ટૂન વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા પોલીસ(Maval police) પકડ્યો, વાંચો સંપૂર્ણ માહિતી

અહેવાલઃ અમિત પટેલ.અંબાજી

અંબાજી, 27 મેઃMaval police: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક માથાભારે તત્વો અલગ અલગ કિમિયા અજમાવીને દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આજે બપોરે સિરોહી એસપી ની સૂચના થી ટ્રક માંથી વિદેશી દારૂ પકડાતા બૂટલેગરો મા હડકંપ મચી જવા પામ્યો છે.

Maval police

આજે માવલ પોલીસે ટ્રક માથી 300 કાર્ટૂન દારૂ પકડયો હતો આ ટ્રક આબુરોડ તરફ થી ગુજરાત મા પ્રવેશ કરે તે પહેલા સિરોહી પોલિસે પકડયો છે.રાજસ્થાન થી ગુજરાત તરફ વિદેશી દારૂ લઈ જવાતો હતો, આમ સિરોહી પોલીસની સુંદર કામગીરી જૉવા મળી હતી, પોલિસે જયારે ટ્રક મા તપાસ કરતા માલુમ પડ્યું કે પ્લાસ્ટીક ના કટ્ટા નીચે દારૂ છુપાવેલો હતો.આરોપીઓ સૂઝાદખાન અને જાદવ ભાઈ ની રિકો પોલિસે(Maval police) ધરપકડ કરી છે.

ADVT Dental Titanium

પોરબંદર પાસેના માધવપુર નિવાસી 2 લોકો ની માવલ પોલિસે(Maval police) ધરપકડ કરી છે.સિરોહી એસપી હિંમત અભિલાષ ટાંક આવ્યા બાદ દારૂ મોટી સંખ્યામાં પકડાય છે.ગૂજરાત મા જતો આટલો વિદેશી દારૂ પોલીસે પકડાતા બૂટલેગરો મા ફફડાટ જૉવા મળ્યો હતો આ સિવાય માવલ પોલિસે ટ્રક પણ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો….

આ એક્ટર UAEના ગોલ્ડન વિઝા(UAE Golden Viza) હાસિલ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા, વાંચો આ મળશે ફાયદો