NIMCJ mother toungue day

Mother toungue day: NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અમદાવાદ, 21 ફેબ્રુઆરી: Mother toungue day: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસના અમૂલ્ય અવસરે માતૃભાષામાં પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), અમદાવાદ ખાતે નૈષધ પુરાણી એ હાજરી આપી.

વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સ્વયંરચિત કવિતાઓ, દુહા, મુક્તક, હાઈકુ, વાર્તા વગેરે જેવી રચનાઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરવામાં આવી. ઉપરાંત ગુજરાતી કક્કો, ગુજરાતી તળપદા શબ્દો, કહેવતો, અર્થ વગેરે વિષયને લઈને ગુજરાતી ભાષા પર એક પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે આયોજનમાં ભાગ લેવાનું હર્ષત્વ જણાયું.

નૈષધ પુરાણી એ ગુજરાતી હોવાના ગર્વ સાથે હરનામ ગોસ્વામીનો એક શૅર કેહતા કહ્યું  કે ,” એના કરતા હે ઈશ્વર દે મરવાનું, હવે ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?”. આ વાત દ્વારા તેમણે ભાષામાં લાગણીઓ કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે તે જણાવ્યું. ઉપરાંત ગમ્મત સાથે વિદ્યાર્થીઓને કેવી રીતે ગુજરાતી એ નવું cool છે એને અપનાવો અને ગુજરાતી ભાષાના મહાત્મ્યને અંગ્રેજી ભાષા સાથે ન સરખાવતા ગુજરાતી ને મમત બનાવી સ્વરમાં વસાવી દૂધમાં સાકરની જેમ ઘોળી તેને બોલો અને ગુજરાતી હોવાનું ગર્વ અનુભવો તે જણાવ્યું.

કાર્યક્રમના અંતે ઢોલ, ખંજીરા-મંજીરા તથા વાંસળી જેવા વાદ્યો સાથે ગુજરાતી કાવ્યોનું ગાયન કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓને તેમની પ્રસ્તુતિઓ માટે પ્રોત્સાહન રૂપે ભેટ સોગાદ આપવામાં આવી.

આ પણ વાંચોArjunbhai Modhwadia Reaction: કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાવવા અંગે અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા

Gujarati banner 01