arjun modhwadia image

Arjunbhai Modhwadia Reaction: કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાવવા અંગે અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા

Arjunbhai Modhwadia Reaction: ભારતીય જનતા પાર્ટીની એક જ નિતી છે યુઝ અને થ્રો. એટલે ભાજપમાં જવા વાળા કંઈ કમાવાના નથી અને જે લોકો આજીવથી ભાજપ સાથે જોડાયેલા છે તેમના ભાગે પણ માત્ર મજુરી આવે છે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: Arjunbhai Modhwadia Reaction: ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલ ભરતી મેળા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સાશન કરે છે, પોતે મજબુત હોવાનો દાવો પણ કરે છે. પરંતુ દરેક વખતે બીજાની શક્તિ ઉધાર લેવાના પ્રયાસો કરવા પડે છે.

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લઈને માહોલ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે મને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરોની દયા આવે છે કે તેમના ભોગે કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓમાંથી આવેલ કાર્યકરોને ટીકીટ, હોદ્દાઓની લાહણી કરવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ સાથે તેવો જાણે મજુરીયા રહેવા જ સર્જાયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે.

આ પણ વાંચો…Startup to Scale-up: સ્ટાર્ટઅપ થી સ્કેલ-અપ નું સફરનામુ

Arjunbhai Modhwadia Reaction: અગાઉ પણ કોંગ્રેસમાંથી 15 જેટલા ધારસભ્યો ભાજપમાં ગયા હતા. તેમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા માંડ માંડ ચુંટાયા હતા. બાકીનાઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. જે લોક મંત્રી બનવા ત્યાં ગયા હતા તેમને પણ ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. એટલે સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની એક જ નિતી છે યુઝ અને થ્રો. એટલે ભાજપમાં જવા વાળા કંઈ કમાવાના નથી અને જે લોકો આજીવથી ભાજપ સાથે જોડાયેલા છે તેમના ભાગે પણ માત્ર મજુરી આવે છે.

આ વાસ્તવિક્તા જનતાને પણ સમજાઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ સમજી ચુક્યા છે. એટલે આવા ભરતી કરવાના નુસખાઓ આ વખતે સફળ થવાના નથી.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *