દ્વારકાના ખમભાળિયાં માં બગીચાનું લોકાર્પણ કરતાં સાંસદ પૂનમબેન માડમ.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૩ નવેમ્બર: સરકારની ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ દેવભૂમી દ્વારકા જિલ્લાનાં મથક જામખંભાળિયામાં નગરપાલિકા દ્વારા અદ્યતન સુવિધાયુક્ત બનાવવામાં આવેલ ગાર્ડનને લોકાર્પણ કરતી વખતે નગરજનોને સુખાકારીની વધુ એક સુવિધાના અભિનંદન પાઠવ્યા અને “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવાની દિશામાં જાગૃતિ સાથે જાળવણીનું આહવાન કયુઁ.
બગીચાનું લોકાર્પણ કરતાં સાંસદ પૂનમબેન માડમ.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા બગીચાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકા ના પ્રમુખ શ્વેતાબેન શુક્લ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા, નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા આ બગીચામાં વોકિંગ ટ્રેક, સિનિયર સીટીઝન પાર્ક અને બાળકો માટે ની રાઈડ વિગેરે વ્યવસ્થા કરવામાં આવી છે.