Courier Blast

Parcel Blast 2 deaths: સાબરકાંઠાના વડાલી વેડામાં એક ઘરમાં પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ, પિતા-પુત્રીના મોત.

Parcel Blast 2 deaths: વડાલીમાં ઓનલાઇન પાર્સલ બ્લાસ્ટ 2 નાં મોત, અજાણ્યા પાર્સલમાં થયો બ્લાસ્ટ,સાવધાન ઓનલાઇન પાર્સલ મંગાવનાર

whatsapp banner

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 મે:
Parcel Blast 2 deaths: આજકાલ લોકો દરેક વસ્તુ ઓનલાઈન મંગાવતા હોય છે. ત્યારે જો તમે ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, ઓનલાઈન મંગાવેલા પાર્સલ જીવલેણ સાબિત થઈ શકે છે. સાબરકાંઠાના વડાલી વેડામાં એક ઘરમાં આવેલા પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકોના મૃત્યુ થયા છે. તો વ્યક્તિને ઈજાગ્રસ્ત થઈ છે.

ઓનલાઈન ઓર્ડર કરાયેલી ઈલેક્ટ્રીકલ વસ્તુઓમાં વિસ્ફોટ થતાં એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો:- Free ride home after voting: રેપિડો અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધીકારીના અનોખી પહેલ; મતદાન કર્યાં બાદ ઘર સુધી ફ્રી રાઇડ

સાબરકાંઠાના વડાલી વેડામાં એક પરિવારે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું. તેઓએ ઓનલાઇન પાર્સલમાં એકવસ્તુ મંગાવી હતી. જેમાં પાર્સલ ખોલતાની સાથે જ ઘરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે. હાલ આ પાર્સલ કોણે મોકલ્યું હતું, કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો, અને પાર્સલમાં એવુ તો શુ છે કે બ્લાસ્ટ થતો તે કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો