Delhi police Nora will be questioned

Bangladesh cancels Nora Fatehi show: આર્થિક કટોકટીના કારણે બાંગ્લાદેશે નોરા ફતેહીના શો માટે ના આપી મંજૂરી- વાંચો વિગત

Bangladesh cancels Nora Fatehi show: ડોલર ખર્ચવામાં કરકસર કરવાના  નિર્ણયના ભાગરુપે બોલીવૂડ ડાન્સર નોરા ફતેહીના શોને મંજૂરી આપવા ઈન્કાર કર્યો

મનોરંજન ડેસ્ક, 19 ઓક્ટોબરઃ Bangladesh cancels Nora Fatehi show: શ્રીલંકા બાદ બાંગ્લાદેશમાં આર્થિક કટોકટીના એંધાણ સંભળાઇ રહ્યા છે. આ વાત એક મહત્વના નિર્ણયથી સાબિત થાય છે. જી, હાં બાંગ્લાદેશ સરકારે વિદેશી હુંડિયામણની સ્થિતિ ગંભીર બનતાં ડોલર ખર્ચવામાં કરકસર કરવાના  નિર્ણયના ભાગરુપે બોલીવૂડ ડાન્સર નોરા ફતેહીના શોને મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે. 

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં નવિમન લીડરશીપ કોર્પોરેશન દ્વારા એવોર્ડ વિતરણ તથા નોરા ફતેહીનાં ડાન્સ પરફોર્મન્સ યોજાયાં હતાં.

 આ પણ વાંચોઃ PM inaugurates Defence Expo-2022: આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યુ- જાણો વિગત

પરંતુ, બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ શોને મંજૂરી આપવા ઈનકાર કરતાં કહ્યું હતું કે હાલ ડોલર બચાવવા કરકસરનાં પગલાં લેવાઈ રહ્યાં છે આથી આ શો ને પરવાનગી આપી શકાય નહીં. 

બાંગ્લાદેશ પાસે હાલ ચાર સપ્તાહ સુધી ચાલે તેટલું જ વિદેશી હુંડિયામણ બચ્યું છે. એક વર્ષ પહેલાં તેની પાસે ૪૬.૧૩ અબજ ડોલરનો વિદેશી હુંડિયામણનો ભંડાર હતો તે હવે ઘટીને ૩૬. ૩૩ અબજ ડોલર થઈ ગયો છે.

આ પણ વાંચોઃ GUJARAT DIWALI VACATION: ગુજરાત સરકારે દિવાળી વેકેશનની જાહેરાત કરી, શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન

Gujarati banner 01