Arvind kejriwal

Arvind kejriwal statement: ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે’: કેજરીવાલની ભવિષ્યવાણી

  • “27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતાને રાહત મળશે…”

Arvind kejriwal statement: અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચી પડી છે: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ, 28 નવેમ્બર: Arvind kejriwal statement: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી. એટલું જ નહિ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે.’ આ સાથે તેમણે આભવિષ્યવાણી લેખિતમાં મીડિયા સમક્ષ જાહેર કરી હતી. 

આ તરફ અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, ‘ત્રણ વાત સ્પષ્ટ છે કે, પહેલું કે આમ આદમી ડરેલો છે, બીજું -કોંગ્રેસનાં વોટર શોધશો તો પણ નહીં મળે અને ત્રીજું – ભાજપના મોટાપ્રમાણમાં મતદારો આમ આદમી પાર્ટીને મત આપવા જઇ રહ્યા છે. ગુજરાત આ વખતે પરિવર્તન ઇચ્છે છે.’

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. 27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતાને રાહત મળશે. તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર સુધીમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાનું નોટિફિકેશ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓની તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવશે. 

કેજરીવાલે કહ્યું કે જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી ગઈ તો 31 જાન્યુઆરી સુધીમાં ઓલ્ડ પેન્શન સ્કિમ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં અમારી સરકાર બનતા જ અમે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં ઘણા અન્ય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે પોલીસના અન્ય શાખાનાં કર્મચારીઓ છે. ગ્રામ રક્ષકો, આંગણવાડી, આશા વર્કર છે. તેમની સાથે ઘણા કર્મચારીઓ પોસ્ટિંગ, પગાર વધારા સહિતના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેમની તમામ સમસ્યાનો ઉકેલ કેજરીવાલની સરકાર બન્યા પછી લાવવામાં આવશે.

આ પણ વાંચો: Train canceled news: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રહેશે રદ, વાંચો…

Gujarati banner 01