Kamrej national highway no. 48

Kamrej national highway no. 48: રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ! કામરેજ ને.હા નંબર-48 પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન

Kamrej national highway no. 48: દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન છે પણ મેઘરાજાએ તંત્રની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદને કારણે ઠેર – ઠેર ખાડા પડી ગયા છે જેથી લોકો પરેશાન થઇ ગયા છે. કામરેજ ને.હા નંબર-48 એસ્સાર પમ્પથી આંબોલી સુધીના માર્ગમાં એટલા ખાડા પડી ગયા છે કે લોકો અસમંજસમાં છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ !

સુરત, 16 જુલાઈ: Kamrej national highway no. 48: કામરેજ ને.હા નંબર-48 એસ્સાર પમ્પથી આંબોલી સુધીના માર્ગ વરસાદના કારણે જર્જરિત બન્યો છે. મોટા ખાડાઓ થઈ ગયા છે. ખાડાઓને કારણે હાઇવે પર જીવના જોખમે અવર જ્વર કરવી પડે છે. હાઇવે ઓથોરિટી જર્જરિત માર્ગને જલદી રીપેરીંગ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના કામરેજથી આંબોલી સુધી ને.હા.નંબર 48 હાલમાં એકદમ બિસ્માર હાલતમાં છે.

ટોલ ટેક્ષ પેટે રોજના લાખ્ખો રૂપિયા ઉઘરાવતી કંપની માત્ર રૂપિયા લેવામાં જ ઉત્સાહી છે. (Kamrej national highway no. 48) માર્ગ હાલ સતત વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોવા છતાં રીપેરીંગ કરવામાં આવ્યો નથી. ચોમાસાની શરૂઆતમાં જ ને.હા નંબર ૪૮ના રોડે એજન્સીની કામગીરીની પોલ ખોલી નાંખી હતી. વર્ષો જૂની ને.હા નંબર ૪૮ પરથી એસ્સાર પેટ્રોલ પમ્પ નજીકથી આંબોલી તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકો માટે રસ્તો માથાના દુખાવો સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો..Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો, અહેમદ પટેલના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા

હાલ વાહન ચાલકો રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો એ જ નક્કી નથી કરી શકતા. આંબોલીના રસ્તા પરથી વિદ્યાર્થીઓ કઠોર ખાતે આવેલી વ.દે ગલિયારા સ્કૂલ તેમજ એમ.એ.આઇ સ્કૂલમાં અભ્યાસ અર્થે અપડાઉન માટે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. જેઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી. અને એ જ વિદ્યાર્થીઓને શાળામાં લઈ જતા આવતા વાહન ચાલકો બાળકોના જીવના જોખમે રસ્તા પર પડેલા ઉંડા ખાડામાંથી વાહનો પસાર કરી શાળાએ પહોંચાડે છે. આ જર્જરિત માર્ગનું ઝડપી રીપેરીંગ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *