Traffic jam

Palanpur traffic problems: પાલનપુર શહેરનો સૌથી મોટી સમસ્યા ટ્રાફિક સમસ્યા બની, ટ્રાફિક સમસ્યા મુક્ત શહેરની માંગ

મુખ્યમંત્રીએ બાયપાસ અને ઓવરબ્રીજ મંજૂર કર્યો હતો ત્યારે કેટલાક લેભાગુ વ્યક્તિઓનો ખોટી રીતે જસ ખાટવા માટે મેદાને આવ્યા હતા અને ખોટી પોસ્ટ બનાવી સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 નવેમ્બર
: Palanpur traffic problems: પાલનપુર શહેરનો સૌથી મોટી સમસ્યા ટ્રાફિક સમસ્યા બની ગઈ છે છેલ્લા કેટલાય સમયથી એરોમાં સર્કલથી બિહારી બાગ સુધી દિવસ દરમિયાન લાંબી લાંબી વાહનોની કતારો લાગતી હોય છે તેમજ બજારમાં પણ ભારે ટ્રાફિક યથાવત હોય છે.. અને તેનાથી જાહેર જનતા પીડાઈ રહી છે. આપણે સહું આ મોટી ટ્રાફિક સમસ્યા ની હાલાકી ઓનો સામનો કરી રહ્યા છે અત્યારે પાલનપુર વાસીઓ અને આજુબાજુ ગામડાઓને જો ખાસ પ્રાથમિક સવલત ની જરૂરિયાત હોય તો ટ્રાફિક મુક્ત શહેરની જરૂરિયાત છે..

યાની કી ટ્રાફિક સમસ્યા મોથી છુટકારો જંખે છે (Palanpur traffic problems) કારણકે ટ્રાફિક સમસ્યાના કારણે ભૂતકાળમાં કેટલાય અકસ્માતો થયેલા છે અને નિર્દોષ લોકો તેનાં ભોગ બન્યા છે અને લાખો કરોડોનું પેટ્રોલનો ધુમાડો નીકળે છે તેમજ યોગ્ય જગ્યાએ સમયસર પહોંચી નહીં શકાતું અને પરિણામે આવનારા સમયમાં પણ કોઈ મોટી જાનહાની થાય તેવી વાત પણ નકારી શકાય તેમ નથી.. આ ટ્રાફિક સમસ્યા માંથી મુક્ત થવાય તે માટે સમગ્ર શહેરજનીઓ સાથે રાખીને જન અદોલન મારા થકી ચલાવવામાં આવ્યું હતું અને જન આંદોલન પરિણામે બાયપાસ અને ઓવરબ્રિજ પણ મંજુર થયેલ હતો.

આ પણ વાંચો: LPG cylinder price down: LPG સિલિન્ડર 115 રૂપિયા થયું સસ્તું, જાણો દિલ્હી સિવાય અન્ય મેટ્રો સિટીમાં નવા ભાવ

પરંતુ આ વિકાસના કામથી જાહેર જનતા ના ફાયદાને ચિંતા કર્યા વગર ઘણા વિઘ્નસંતોષીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની વગ નો ઉપયોગ કરી ને આ કામે ખોરભે ચડાવ્યું છે . તે નરવી વાસ્તવિકતા છે અને શહેર જનીઓ એ ચહેરાઓને ભલી ભાતી જાણે છે અને તેની સીધી વિપરીત અસર જનતા પર પડી રહી છે જ્યારે આ જન આંદોલન ચલાવવામાં આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રીએ બાયપાસ અને ઓવરબ્રીજ મંજૂર કર્યો હતો ત્યારે કેટલાક લેભાગુ વ્યક્તિઓનો ખોટી રીતે જસ ખાટવા માટે મેદાને આવ્યા હતા અને ખોટી પોસ્ટ બનાવી સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી પરંતુ આ જાહેર જનતાનો પ્રશ્ન હોય ચલો કામ થયું તો એમ માનીને જે લોકો શહેરજનો માંટે આ કામ માટે અથાગ પરિશ્રમ કર્યો હતો તેઓએ મોટું મન રાખ્યું હતુ આ બધી બાબતો સ્વીકારી હતી

પરતું ત્યાર બાદ યશસ્વી મુખ્યમંત્રીએ. દ્વારા એવું નક્કી કરાયું હતું કે અત્યારે બાયપાસ બનશો અને બાયપાસ થી જો ટ્રાફિક સમસ્યા હલ નહિ થાય તો ભવિષ્યમાં ઓવરબ્રિજ બનશો તેમ કહી બાયપાસ માટેના બજેટ પણ ફાળવી દીધું હતું અચાનંદ અને મોટી સફળતા મળી હતી પરંતુ બાયપાસનું હજી સુધી ખાતમુરત કરાયું નથી અને તેનુ કામકાજ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.. તો અત્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે માનનીય વડાપ્રધાન તેમજ વિકાસ પુરુષ વારવાર ગુજરાત આવે છે ત્યારે આ ટ્રાફિકનો પ્રશ્ન સહું નો હોઈ શહેરનું ડેલીગેશન સીએમ ને રૂબરૂ મળીને વારવાર રજૂઆત કર્યા બાદ માનનીય વડાપ્રધાનને આ પેચીદા પ્રશ્ન હલ કરવા માટે તાજેતરમાં પત્ર લખી રજૂઆત કરેલી છે. તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે તેથી હવે એક શહેરના જાગૃત તરીકે મારી વિનંતી છે

ટિકિટ ના દાવેદાર અને તેમજ પદાધિકારીઓને અને સત્તાધિશ સરકાર નેતાઓએ આ જાહેર જનતાના પ્રશ્નને જ્યારે પીએમ થરાદ મુકામે આવી રહ્યા છે ત્યારે આ બાબતની ગંભીર રજૂઆત જન હિતમાં કરવી જોઈએ.. તો આવનારા સમયમાં ચોક્કસ જનતા આશિર્વાદ મળશો આમ તો સમજદાર અને જાગૃત તેમજ બુદ્ધિજીવી વર્ગ પીએમને રૂબરૂ મળીને રજૂઆત કરી શકે તેમ છે પરંતુ પોર્ટોકલ ના કારણે મળી શકાય તેમ નથી પણ જે લોકો પીએમ ને મળવા માટે અત્યારે અપેક્ષિત હોય છે તે લોકોએ આ મુદ્દાને પીએમ સમક્ષ મુકી રજૂઆત કરવી જોઈએ અને ચૂંટણી પહેલા તાત્કાલિક ગોકલ ગાયની જેમ ચાલી રહેલું બાયપાસ નુંકામ ઝડપી શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમજ ચૂંટણી ઢંઢેરામાં ઓવરબ્રિજ જેવી બાબત લેવડાવીને ભવિષ્યમાં શહેરજની ઓ અને આજુબાજુના ગામડા ના લોકો આ માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ અપાવી શકાય તેમ છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *