ambaji morbi havan

Tributes to those killed in the Morbi bridge disaster: અંબાજી મંદિર માં હોમહવન કરી મોરબીની પુલ દુર્ઘટના માં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 નવેમ્બર:
Tributes to those killed in the Morbi bridge disaster: અંબાજી મંદિર ના યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રામ્હણો દ્વારા મોરબીની પુલ દુર્ઘટના માં વિવિધ ધર્મ ના 150 જેટલાં લોકો ની આત્મા ને શાંતિ મળે ને મોક્ષ મળે તે માટે અંબાજી મંદિરની યજ્ઞ શાળા માં હોમહવન કરી મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી

તાજેતરમાં મોરબી ખાતે ઝુલતું પુલ એકાએક તૂટી પડતા ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો જેમાં નાના મોટા સહીત 150 જેટલા લોકોના અકાળે મોત નિપજ્યા, જેના પડઘા ગુજરાત એક માત્ર રાજ્ય નહીં પણ સમગ્ર દેશ માં પડઘા પડ્યા ને દેશ આખો આ ઘટના ને લઈ ભારે ચિંતાતુર બન્યો ત્યારે આ ઘટના માં મૃત્યુ પામેલા હિન્દૂ મુસ્લિમ સહીતના 150 જેટલા નાના મોટા લોકો અકાળે મોતને ભેટ્યા.

Tributes to those killed in the Morbi bridge disaster

શક્તિપીઠ અંબાજી મંદિર ના યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રામ્હણો ના હ્રદય ને પણ હલાવી દે તેવી ઘટના સાબિત થઇ ને આ વિવિધ ધર્મ ના લોકો ની આત્મા ને શાંતિ મળે ને મોક્ષ મળે તે માટે અંબાજી મંદિર ચાચરચોક ની યજ્ઞ શાળા માં યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રામ્હણો દ્વારા હોમહવન કરી મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી.

જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી સૌના કલ્યાણ અર્થે હવન માં આહુતિ પણ આપવામાં આવી સાથે ભવિષ્ય માં પણ આવી ઘટના ક્યાંય ન બને તેવી પણ માં અંબે ને પ્રાર્થના કરી બ્રામ્હણો એ સમગ્ર ઘટના ને લઈ સવેંદના વ્યક્ત કરી ચાચર ચોક માં શ્રધ્ધાંજલી પણ આપવામાં આવી હતી .

આ પણ વાંચો: LPG cylinder price down: LPG સિલિન્ડર 115 રૂપિયા થયું સસ્તું, જાણો દિલ્હી સિવાય અન્ય મેટ્રો સિટીમાં નવા ભાવ

Gujarati banner 01