PM Modi ashok Gehlot

Ashok Gehlot praised PM Narendra Modi: PM મોદી દુનિયામાં જ્યાં પણ જાય છે તેમને સન્માન મળે છે, લોકશાહીના મૂળ મજબૂત: અશોક ગેહલોત

Ashok Gehlot praised PM Narendra Modi: ગેહલોતે કહ્યું, વડાપ્રધાન મોદી દુનિયાના દેશોમાં જાય છે, તો તેમને કેટલું સન્માન મળે છે. આવું કેમ થાય છે… કારણ કે નરેન્દ્ર મોદીજી એ દેશના વડાપ્રધાન છે જે ગાંધીનો દેશ છે

અમદાવાદ , 01 નવેમ્બર: Ashok Gehlot praised PM Narendra Modi: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીને આખી દુનિયામાં સન્માન મળે છે કારણ કે તેઓ એવા દેશના વડાપ્રધાન છે જ્યાં લોકશાહીના મૂળ મજબૂત છે અને જે દેશ મહાત્મા ગાંધીનો દેશ છે. બાંસવાડા નજીક માનગઢ ધામ ખાતે ‘માનગઢ ધામની ગૌરવ ગાથા’ કાર્યક્રમને સંબોધતા ગેહલોતે આ વાત કહી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ મંચ પર હાજર હતા.

ગેહલોતે કહ્યું, ‘વડાપ્રધાન મોદી દુનિયાના દેશોમાં જાય છે, તો તેમને કેટલું સન્માન મળે છે. આવું કેમ થાય છે… કારણ કે નરેન્દ્ર મોદીજી એ દેશના વડાપ્રધાન છે જે ગાંધીનો દેશ છે, જ્યાં લોકશાહીના મૂળ મજબૂત, ઊંડા છે. 70 વર્ષ પછી પણ અહીં લોકશાહી જીવંત રહી છે.’

માનગઢની ટેકરી પર ભીલ સમાજની બહાદુરી

માનગઢની ટેકરીઓ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભીલો અને અન્ય આદિવાસીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અહીં લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડત આપી હતી. 17 નવેમ્બર, 1913ના રોજ, સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં, માનગઢ ટેકરી પર 1.5 લાખથી વધુ ભીલોની સભા થઈ હતી. અંગ્રેજોએ આ સભા પર ગોળીબાર કર્યો, જેમાં લગભગ 1,500 આદિવાસીઓએ જીવ ગુમાવ્યો હતો.

‘આદિવાસી સમાજના બલિદાનને ઇતિહાસમાં સ્થાન મળ્યું નથી’

પીએમ મોદીએ આજે ​​બાંસવાડામાં માનગઢ ધામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, દુર્ભાગ્યે આદિવાસી સમાજના આ બલિદાનને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. આજે દેશ એ કમી પૂરી કરી રહ્યો છે. ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના પૂર્ણ નથી. માનગઢમાં 17 નવેમ્બર, 1913ના રોજ થયેલો નરસંહાર અંગ્રેજ શાસનની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. દુનિયાને ગુલામ બનાવવાના વિચારે માનગઢની આ ટેકરી પર બ્રિટિશ સરકારે 1500થી વધુ લોકોને ઘેરીને તેમને મારી નાખ્યા હતા.

આ પણ વાંચો: LPG cylinder price down: LPG સિલિન્ડર 115 રૂપિયા થયું સસ્તું, જાણો દિલ્હી સિવાય અન્ય મેટ્રો સિટીમાં નવા ભાવ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *