rain

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ(Rain)નું થશે આગમન, હવામાન વિભાગની આગાહી..!

અમદાવાદ, 31 મેઃ Rain: હવામાન વિભાગના મતે સોમવારે વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી-ભાવનગર-અમરેલી, મંગળવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી, બુધવારે વલસાડ-નવસારી-ગીર સોમનાથ-અમરેલી, શુક્રવારે વલસાડ-નવસારી-દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ(Rain) પડી શકે છે. દરમિયાન અમદાવાદમાં ૩૯.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૯ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.

Rain

અમદાવાદમાં અસહ્ય ઉકળાટ- બફારાનું પ્રમાણ યથાવત્ રહ્યું છે અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ(Rain)ની આગાહી કરી છે.

Rain

આ પણ વાંચો….

રેસલર સાગર હત્યા કેસઃ સુશીલ કુમાર(sushil kumar)ને નહીં મળે સરળતાથી જામીન, દિલ્હી પોલીસ એક્શન મોડમાં..!