JMC Rashan kit 1

જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયું

અહેવાલ:જગત રાવલ , જામનગર

જામનગર,૦૪ સપ્ટેમ્બર:જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને અમદાવાદ ની સેવાભાવી સંસ્થા કર્મા ફાઉન્ડેશન દ્વારા જામનગરના વોર્ડ ૫ ના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને રાશન કીટ નું વિતરણ આ વિસ્તારના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, ભાજપ અગ્રણી ભાનુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી ડો. વિમલભાઈ કગથરા અને સંસ્થા યુનિટ ડાયરેકટર દુષ્યંતભાઇ પંડયા, પ્રમુખ અંકિતભાઈ રાવલ હસ્તે કરવામાં આવ્યું હતું

Banner City 1

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન બાદ જરૂરિયાતમંદ લોકો ને રસોઈ માટે જરૂરી ૧૨ વસ્તુઓ જે એક માસ સુધી ચાલે તેટલું જાયન્ટ્સ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું, આ પ્રસંગે પ્રોજેકટ ડાયરેકટર મુકેશભાઈ પાઠક, પૂર્વ પ્રમુખ જગત રાવલ, નિમેશભાઈ ધ્રુવ, થોમશનભાઈ વિસ્તારના પ્રભાબેન ધામેચા વિગેરે હાજર રહ્યા હતા.

WhatsApp Image 2020 09 04 at 7.36.32 PM edited