Shiv parvati

Shiv vivah in Ambaji: અંબાજીમાં શિવવિવાહ યોજી પાત્રો ભજવતા બાળકો પણ શિવમય બન્યા

Shiv vivah in Ambaji: નાના ભૂલકાઓ ને શિવજીના વિવિધ પાત્રો ભજવીને ભગવાન ભોલેનાથ નો શિવ વિવાહનો પ્રસઁગ ઉજવી શિવરાત્રીની ઉજવણી કરી

અંબાજી, 18 ફેબ્રુઆરી: Shiv vivah in Ambaji: આજે શિવરાત્રીને લઈ અનેક શિવાલયોમાં વિવિધ કાર્યક્રમો યોજી શિવભક્તોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંબાજીની પ્લે ગ્રાઉન્ડ ગ્રુપ શૈક્ષણિક સંસ્થા દ્વારા નાના ભૂલકાઓ ને શિવજીના વિવિધ પાત્રો ભજવીને ભગવાન ભોલેનાથ નો શિવ વિવાહનો પ્રસઁગ ઉજવી શિવરાત્રીની ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ભગવાન શંકર પાર્વતી અને નંદી સહીતના અન્ય પશુઓની વેશ ભુસા કરી દર્શકોને આકર્ષિત કર્યા હતા સાથે બાળકોમાં બાળપણ થીજ ધાર્મિક વૃત્તિ ખીલેને ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયાસો કરાયા હતા શિવ વિવાહ યોજી પાત્રો ભજવતા બાળકો પણ શિવમય બન્યા હતા.

આ પણ વાંચો: Vande bharat trains in india: વંદે ભારત એક્સપ્રેસને મુસાફરો તરફથી મળ્યો જંગી ‘થમ્સ અપ’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો