Prohibition on religious attire

Surat school hijab controversy: સુરત પહોંચ્યો હિજાબ વિવાદ, શાળામાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર હંગામો

Surat school hijab controversy: વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનોના અનેક કાર્યકરોની અટકાયત

સુરત, ૨૨ ફેબ્રુઆરી: Surat school hijab controversy: સુરતના વરાછા વિસ્તારની એક શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહેવાસીઓ અને અનેક હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. હિંદુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા અને દેખાવો કર્યા હતા. જે બાદ પોલીસે હિંદુ સંગઠનના 8 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ કર્ણાટકમાં સ્કૂલ ડ્રેસ કોડ જાહેર થયા બાદ હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓનો ભારે વિરોધ થયો હતો. જે બાદ દેશભરમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. આ સાથે જ ગુજરાતમાં પણ હિજાબની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મંગળવારે સુરતની એક શાળામાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. જેના કારણે હિંદુ સંગઠનોએ શાળાની બહાર પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા 8 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Himachal pradesh factory blast: હિમાચલનાં ટાહલીવાલની ફટાકડા ફેક્ટ્રીમાં થયો બ્લાસ્ટ, 6 મહિલાઓ જીવતી ભૂંજાઈ

વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા અનુસાર ગુજરાતને શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. શાળાએ આવતા બાળકોને ધાર્મિક રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. બાળકો હિજાબ પહેરીને કેવી રીતે શાળાએ આવી શકે?

Gujarati banner 01