School

School demand to start mid-day meal: બનાસકાંઠા જિલ્લા ભર ની શાળાઓ માં તાકીદે મધ્યાન ભોજન ફરી શરૂ કરવા માંગ

School demand to start mid-day meal: કોરોના મહામારી ના પગલે છેલ્લા ત્રણ વર્ષ થી શાળા માં અભ્યાસ કરતા બાળકો ને અપાતુ મધ્યાન ભોજન બંધ

બનાસકાંઠા, ૨૨ ફેબ્રુઆરી: School demand to start mid-day meal: ગુજરાત રાજ્ય માં વધતા કોરોના ના પગલે તમામ શેૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાઈ હતી અને ફરી કોરોના નું જોર ઘટતા રાજ્યભર માં ગત ૭ જાન્યુઆરી થી શેૈક્ષણિક સંસ્થાઓ માં ઓફલાઈન શિક્ષણ ધમધમતું થયું છે પણ આ કોરોના મહામારી ના પગલે છેલ્લા ત્રણ વર્ષ થી શાળા માં અભ્યાસ કરતા બાળકો ને અપાતુ મધ્યાન ભોજન બંધ છે.

ખાસ કરીને બાળકો ભણતર ની સાથે પેટ ની ભૂખ સંતોષાય તેવા આશય થી પણ શાળા માં આવતા હોય છે ને હાલ બનાસકાંઠા જીલ્લા ની મહતમ શેૈક્ષણિક સંસ્થાઓ માં બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. મોટી સંખ્યા માં બાળકો હાલ મધ્યાન ભોજન માં પીરસાતા વિવિધ વાનગીઓ ની રાહ જોઈ રહ્યા છે. જ્યાં ભૂખ્યા પેટે ભજન પણ નથી થતા ત્યાં બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ કેવી રીતે કરતા હશે? તે એક પેચીદો પ્રશ્ન સામે આવી રહ્યો છે હાલ માં જિલ્લાભર ની શાળાઓ માં ધોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઈન શરૂ થઇ ગયા છે.

આ પણ વાંચો: Surat school hijab controversy: સુરત પહોંચ્યો હિજાબ વિવાદ, શાળામાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર હંગામો

ત્યાં મધ્યાન ભોજન ને હજી તાળા જોવા મળે છે સરકારે તાકીદે શાળાએ જતા બાળકો ને મધ્યાન ભોજન મળતું થાય તેવા પ્રયાસો કરવા જોઈએ જેને લઈ બાળકો માં પણ સ્વરુચિ ભોજન સાથે સ્વરુચિ અભ્યાસ પણ મેળવી શકે… જેને લઇ અંબાજી ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગ ના વાલી મંડળ ના પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલે જિલ્લા ભર ની શાળાઓ માં તાકીદે મધ્યાન ભોજન ફરી શરૂ (School demand to start mid-day meal) કરવા માંગ કરી છે.

Gujarati banner 01