Banner

Himachal pradesh factory blast: હિમાચલનાં ટાહલીવાલની ફટાકડા ફેક્ટ્રીમાં થયો બ્લાસ્ટ, 6 મહિલાઓ જીવતી ભૂંજાઈ

Himachal pradesh factory blast: બ્લાસ્ટ બાદ બચાવ કાર્ય દરમિયાન છ શવ બરામદ થયા, જે તમામ મહિલાઓનાં છે

નવી દિલ્હી, ૨૨ ફેબ્રુઆરી: Himachal pradesh factory blast: હિમાચલ પ્રદેશનાં ઉના જિલ્લામાં એક ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં છ મહિલાઓનાં મોત થઇ ગયા છે અને 10થી 15 મહિલાઓનાં બળી હોવાના સમાચાર મળ્યા છે. બ્લાસ્ટ બાદ રાહત અને બચાવ કામ શરૂ થઇ ગયું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી બળી ગઇ છે.

જાણકારી મુજબ, ઉનાનાં હરોલીનાં ટાહલીવાલામાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ધટના બાદ રાહત અને બચાવ કામ શરૂ થઇ ગયું છે. બ્લાસ્ટ બાદ મહિલાઓ જીવતી બળી હોવાનું સામે આવ્યું છે. દુર્ધટનાનો વીડિયો રૂવાટાં ઉભા કરી દેતો છે. હાલમાં ઘાયલોની સંખ્યા અંગે માલૂમ નથી. પણ છ શવ બ્લાસ્ટ બાદ મળ્યા હતાં. જે તમામ મહિલાઓનાં છે.

આ પણ વાંચો: Big accident in uttarakhand: ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલા 14 લોકોના મોત

ફેક્ટ્રીમાં 30થી 35 લોકો કામ કરતાં હતાં

ઘાયલોને ઉના હોસ્પિટલમાં એક વ્યક્તિ તેનાં પર્સનલ વાહનમાં લઇને આવ્યો હતો. તે વ્યક્તિએ જણાવ્યું કે, 7 ઘાયલોને તે તેની ગાડીમાં હોસ્પિટલ લઇને આવ્યો છે. આ દરમિયાન એક ઘાયલ મહિલાએ જણાવ્યું કે ત્યા આશરે 30થી 35 લોકો કામ કરતાં હતાં. આ દરમિયાન છ મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું.

Gujarati banner 01