wolluwood2

ફિલ્મ ઈંડસ્ટ્રીના આ પ્રખ્યાત સ્ટાર્સના ભાઈ-બહેન જલ્દી જ કરવાના છે ડેબ્યૂ.

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૧ સપ્ટેમ્બર: બોલીવુડ ઈંડસ્ટ્રીમાં અનેક ભાઈ-બહેનોની જોડીઓ છે જે ખુબ જ પ્રખ્યાત છે.કરિશ્મા કપૂર-કરીના કપૂર, શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી, કાજોલ-રાની મુખર્જી,સની દેઓલ-બોબી દેઓલ પણ પ્રખ્યાત જોડીઓમાં સામેલ છે.હવે આ જ પરંપરાને આગળ વધારતા અનેક બીજા સ્ટાર્સ પણ આ લિસ્ટમાં ઉમેરાયા છે.નજર કરીએ આવી કેટલીક ભાઈ-બહેનની જોડીઓ પર….

યામી ગૌતમ અને સુરીલી ગૌતમ
યામી ગૌતમે વર્ષ 2014માં ફિલ્મ વિક્કી ડોનરથી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.યામી બાદ હવે તેની બહેન સુરીલી જસરાજસિંહ પણ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યૂ કરશે. સુરીલી રણદીપ હુડાની સાથે રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ બેટલ ઓફ સારાગઢીથી ડેબ્યૂ કરશે.

કેટરીના કેફ-ઈઝાબેલ કેફ
બોલીવુડની ટોપ એક્ટ્રેસ,કેટરીના કેફથી આઠ વર્ષ નાની તેની બહેન ઈઝાબેલ કેફ,સલમાન ખાનના બનેવી આયુશ શર્મા સાથે આ વર્ષે સિલ્કર સ્ક્રીન પર જોવા મળશે.ઈઝાબેલે બોલીવુડમાં પર્દાપણ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યુસર કરશે.

ક્રિતી સેનન-નુપુર સેનન
હવે વાત કરીએ સેનન બહેનોની, કૃતિ સેનને વર્ષ 2014માં હિરોપંતીમાં ટાઈગર શ્રોફ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.હવે તેની બહેન નુપુર સેનન પણ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. નુપુર ગાયિકા પણ છે. તેને વર્ષ 2019માં મ્યૂઝિક વીડિયો લોંચ કર્યો હતો.જેમા અક્ષય કુમાર સાથે તે જોવા મળી હતી.અક્ષય કુમાર સાથે જ ફિલ્મ બેલ બોટમથી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.

અનન્યા પાંડે-અહાન પાંડે
અનન્યા પાંડેના કાકાનો દીકરો અને ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે પણ યશરાજ ફિલ્મ સાથે પોતાની પ્રથમ ફિલ્મ સાઈન કરી છે.અહાન એક્શન –રોમેંટિક ફિલ્મમાં જોવા મળશે.જેમા તેની સાથે ખુશી કપૂર નજર આવી શકે છે.

loading…