trusha solanki murder

Trisha murder case: વડોદરાની તૃષા હત્યા કેસમાં મોટો ખુલાસો; ગ્રીષ્માની ની જેમ જ કરાઈ તૃષા સોલંકીની હત્યા

Trisha murder case: વડોદરામાં હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા ના 10 થી વધુ ઘા માર્યા હતા.

વડોદરા, 23 માર્ચ: Trisha murder case: વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર)ના 10થી વધુ ઘા માર્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માગ કરી છે.

એડિશનલ સીપી ચિરાગ કોરડિયા અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.

એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું (Trisha murder case) કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.

વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે (Trisha murder case) એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી. તે બીજા છોકરા સાથે વાત કરતી હતી, પણ કલ્પેશ સાથે વાત કરતી નહોતી. કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી હતી, જેથી યુવતી તેને મળવા ગઇ હતી. એ સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.

વડોદરા શહેરમાં ભારે સનસનાટી મચાવી દેનાર આ દર્દનાક કિસ્સાની વિગતો એવી છે કે તૃષા રાજેન્દરસિંહ સોલંકી (ઉં.19), (મૂળ રહે. સામલી,પંચમહાલ) છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે આર્યન રેસિડેન્સીમાં તેના મામાને ત્યાં રહેતી હતી. તેણે પોલીસની ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહી. તે એસવાય બીકોમનો અભ્યાસ પણ કરતી હતી.

Trisha murder case

મંગળવારે રાત્રે શહેર પોલીસને (Trisha murder case) મેસેજ મળ્યો હતો કે હાઈવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડેલો છે અને તેનો એક હાથ કાપી નાખેલો છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પીઆઈ પટેલ અને ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ-તપાસમાં યુવતીનું નામ તૃષા સોલંકી હોવાનું ખૂલ્યું છે. પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવારે એકિટવા પર કલાસમાં ગઇ હતી. પછી પાછા આવતી વેળા તેની હત્યા થઇ હોવાનું મનાય છે. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યા હતા.

હાઈવે પાસે ખુલ્લી જગ્યામાં જ્યારે ચીસાચીસ સાંભળી ત્યારે એક ઇસમ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું નજીકમાં કામ કરતા મજૂરોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળની આસપાસના અને તૃષાના નિયમિત રૂટ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેના મોબાઈલની કોલ્સ-ડિટેલના આધારે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો..Civil hospital canteen viral video: અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેન્ટીન એટલી હદે ગંદી હોય છે એ દર્શાવવા માટે જાગ્રત નાગરિકે વીડિયો રેકોર્ડ કર્યો

Gujarati banner 01