chotila

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Zaverchand Meghani: ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય પ્રદાન અને લોકચેતના પર નિષ્ણાતોએ વિચારો રજૂ કર્યા; વિદ્યાર્થીઓ તથા સાહિત્યરસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ચોટીલા, 17 સપ્ટેમ્બર: Zaverchand Meghani: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચોટીલા તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કોલેજના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

પરિસંવાદના અધ્યક્ષસ્થાને કોલેજના આચાર્ય ડૉ. માલતી પાંડે રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બાદ ડૉ. ઉષા ઉપાધ્યાયે બીજરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું.

પ્રથમ બેઠકમાં ડૉ. શક્તિસિંહ પરમારે ‘લોકસાહિત્ય: લોકચેતનાનું પ્રતિબિંબ’ વિષય પર વિચારપ્રેરક વક્તવ્ય આપ્યું હતું. જ્યારે બીજી બેઠકમાં શ્રી નૈષધ પુરાણીએ ‘મેઘાણીની વાર્તાઓમાં લોકસંવેદના’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

વક્તાઓએ ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં પ્રગટતી લોકચેતના, લોકજીવન અને લોકસંવેદના તેમજ ગુજરાતી લોકસાહિત્યના સંવર્ધનમાં મેઘાણીના પ્રદાનને વિવિધ પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કર્યું હતું.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

પરિસંવાદ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સાહિત્યરસિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સાહિત્યિક ચર્ચાનો લાભ લીધો હતો. સમગ્ર પરિસંવાદનું સંયોજન ડૉ. નિયતિ અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય પ્રદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ લોકસાહિત્યની સમૃદ્ધ પરંપરા અંગે શૈક્ષણિક અને સાહિત્યિક સંવાદને વેગ આપવાનો હતો.