rainy sky

Weather forecaster prediction: હવામાન નિષ્ણાંતની આગાહી, રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આ તારીખથી શરુ થશે- વાંચો વિગત

Weather forecaster prediction: 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે

ગાંધીનગર, 29 જુલાઇઃ Weather forecaster prediction: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે. વરસાદ અંગે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલે વરસાદની  આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે. 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ફરી લોકો ચિંતામાં પેઠા છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 65 ટકા ઉપર સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે.

આ પણ વાંચોઃ Gujarat 540 villages will get benefit of 4G: રાજ્યના 540 ગામડાંઓમાં મોબાઇલ બફરીંગ નહી થાય, મળશે 4G નેટવર્કનો લાભ

જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે કે બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.

ગુજરાતમાં 55 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આ પણ વાંચોઃ Chennai Chess Olympiad 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમવાર આયોજીત ચેસ ઓલંપિયાડનું ઉદ્ઘાટન કર્યુ

Gujarati banner 01