Chennai Chess Olympiad 2022

Chennai Chess Olympiad 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમવાર આયોજીત ચેસ ઓલંપિયાડનું ઉદ્ઘાટન કર્યુ

Chennai Chess Olympiad 2022: વડાપ્રધાને કહ્યું તમિલનાડુનો શતરંજ સાથે ઐતિહાસિક સંબંધ છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 જુલાઇઃ Chennai Chess Olympiad 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇ કાલે ચેસ ઓલંપિયાડની શરૂઆત કરી. પાંચ વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ઓલંપિયાડની મશાલ પીએમ નરેન્દ્ર મોદી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપી. ત્યારબાદ મશાલને ચેન્નઈના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદ અને અન્ય ભારતીય શતરંજ ખેલાડીઓને સોંપી દેવામાં આવી હતી. ઓલંપિયાડ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મામલ્લાપુરમના પુંજેરી ગામમાં રમાશે. 

સમારોહને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતમાં યોજાઈ રહેલ 44મા શતરંજ ઓલંપિયાડમાં હું તમારા બધાનું સ્વાગત કરૂ છું. ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ શતરંજના ઘર એટલે કે ભારત આવી છે. આ ત્રણ દાયકામાં પ્રથમવાર એશિયા આવી છે. તેમાં ભાગ લેનારી ટીમોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. શતરંજ ઓલંપિયાડની પ્રથમ મશાલ રિલે આ વખતે શરૂ થઈ છે. 

આ પણ વાંચોઃ Stock Market Update: ભારતીય શેેર બજારમાં આજે પણ તેજીનો માહોલ, આ શેર રોકાણકારોને થઇ રહ્યો છે ફાયદો

પીએમ મોદીએ કહ્યુ કે તમિલનાડુનો શતરંજ સાથે ઐતિહાસિક સંબંધ છે. આ કારણ છે કે તે ભારત માટે શતરંજનું પાવરહાઉસ છે. તેણે ભારતના ઘણા શતરંજ ગ્રેન્ડમાસ્ટર તૈયાર કર્યા છે. તે શાનદાર મગજ, જીવંત સંસ્કૃતિ અને દુનિયાની સૌથી જૂની ભાષા, તમિલનું ઘર છે. રમત સુંદર છે કારણ કે તેમાં એકજૂથ કરવાની શક્તિ છે. રમત લોકો અને સમાજને નજીક લાવે છે. રમત ટીમ વર્કની ભાવનાનું પોષણ કરે છે. અહીં આવેલ તમામ ટીમો અને ખેલાડીઓને 44મા શતરંજ ઓલંપિયાડ માટે મારી શુભકામનાઓ છે. 

પ્રથમવાર ભારતમાં યોજાઈ રહેલ શતરંજ ઓલંપિયાડના ઉદ્ઘાટન સમારોહમાં નેહરૂ ઈન્ડોર સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યુ હતું. શતરંજ ઓલંપિયાડના 44ના સત્રના પ્રારંભ પહેલા ચેન્નઈના મુખ્ય વિસ્તારને શાનદાર રીતે શણગારવામાં આવ્યા હતા. સ્ટેડિયમની બહાર રંગ-બેરંગી આકર્ષક રોશની સાથે મોટા આકારના ચેસ બોર્ડ અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દેશના ધ્વજ લગાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Shravan 2022: આજથી શ્રાવણ મહિનાનો શરુ, જાણો મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું ?

Gujarati banner 01